Posts

Showing posts from January, 2011

આજના મર્યાદા પુરુષોત્તમ

ઘણા દિવસો એવા હોય છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. તમને ના ખબર હોય તેવી વ્યસ્તતા. નિરર્થક - વ્યર્થ વ્યસ્તાતાથી ભરપૂર જ્યાં ક્યારેય પરિણામ ની કલ્પના ન કરી શકાય કારણ કે પરિણામ કરતાં સમયનું મહત્વ વધી જાય છે આવી પરિસ્થિતિમાં. પરિણામ ચાહે જે પણ હોય સમય કિંમતી છે. અને મજાની વાત તો એ હોય છે કે જ્યારે તે સમયની કિંમત કરનારને તમારી કોઈ કિંમતના હોય. વાંચવા અને વિચારવામાં અજૂકતું લાગતું હશે એ હું સમજી શકું છું. પણ જો ગહેરાઈમાં જઈ ને આ વિશે વિચાર કરવામાં આવે તો પરિણામ એ આવે છે કે તમારી સામે પ્રશ્નાર્થ નું નિશાન હોય. કેમ શું થયું આવી ને મજા મોટ્ટો પ્રશ્નાર્થ દેખાઈ ગયો. બસ, આવી જ છે આ સમયની મર્યાદા અને મર્યાદિત સમય સાથે મળતા આજના મર્યાદા પુરુષોત્તમ.

બીક લાગે છે ભગવાન તારી

કેમ? ભગવાન ક્યારેય કોઈને સજા કરવા આવતા નથી ક્યારેય મેં ભગવાનને એમ કહેતા સાંભળ્યા નથી. ખોટ્ટા બહાના અને ઢોંગ કરવાની લોકોને ટેવ પડી છે. એમ બોલે કે ભગવાનથી તો બીવો. એટલે સમજી લેવું કે આ માણસ ખોટી ધમકીઓ આપી બિવડાવી રહ્યો છે. પોતાને કંઈક ખોટું કરવું છે કે પોતાનો કોઈ સ્વાર્થ સમાયેલો છે તેમાં. ક્યારેય ભગવાનથી બીવાની જરૂર નથી. જરૂર છે તો ફક્ત પોતાનું શોષણ કરતા લોકોથી દૂર રહેવાની. ફક્ત અને ફક્ત આવા લોકો જ તમને ભગવાનની બીક બતાવે છે જે તમારું શોષણ કરવા માગતા હોય. અથવા તો તમારી પાસેથી કંઈ આંચકી લેવા માંગતા હોય. આજ નો સમાજ આગળ વધી રહ્યો છે જ્યારે ઘણા લોકો ભગવાન ના નામે બીજા લોકોને છેતરી રહ્યા છે, ઠગી રહ્યા છે. આજે જ નિર્ણય લો કે ક્યારેય કોઈ પણ દિવસ એમ વિચાર આવે કે ભગવાન ની મને બીક લાગે છે કે કોઈ તમને કહે કે ભગવાન થી તો ડરો. ત્યારે તમારો ઉત્તર હોવો જોઈએ "એ તો હું અને ભગવાન સમજી લેશું તું તારી વાત કર." મારે આનાથી વધારે અત્યારે કંઈ કહેવું નથી પણ પોતાને છેતરતા લોકોથી દૂર રહેવાનું નક્કી કરી લે જો. કોઈપણ વિચાર કરતા પહેલા એટલું સમજી લેવાની જરૂર છે કે ભગવાન જેટલા તમારા છે એટલા મારા છે અને બ

સ્વાગત છે આ સુંદર દુનિયામાં, જીવવા માટે.

જ્યારે આ પૃથ્વી પર કમ્પ્યુટર ન હતા, જ્યારે આ પૃથ્વી પર કોઈ પણ પ્રકારના મશીન ન હતા. જ્યારે આ પૃથ્વી પર નાણા જેવી કોઈ બલા ન હતી, ત્યારે શું માણસ જીવતો ન હતો? માણસ જેટલો બુદ્ધિશાળી એટલો જ મૂરખ હોય છે. એ જરૂરિયાત ઊભી કરવા વાળો પણ એ પોતે જ છે. જ્યારે સંપૂર્ણ જરૂરિયાતનો અંત આવે ત્યારે માણસનો અંત આવતા મેં જોયો છે. વાહ... બુદ્ધિશાળી માનવી તેં તો તારી પેઢિયો તારી દીધી, પણ પ્રશ્ન એ જ ઊભો છે. આ સુંદર દુનિયામાં જીવવા માટે આવ્યો, પણ શું તુ જીવ્યો? આજના આધુનિક જીવનમાં જીવવાની સાથે જીવવાનો સમય કેવી રીતે કાઢવો એ એક કલા છે. જે લોકો આ કલા શીખી જાય છે તેઓ જીવી જાય છે, નહીં તો જીવ્યે જાય છે.

યોગદાનનું મહત્વ

એક બીજાના સહારે જીવી રહેલા લોકો મનમાં એમ જ સમજતા હોય છે કે હું જે કરી શકું.... પણ એ વિચારની પાછળ અને અંદર એ પોતાની ક્ષમતાને વિચરતા ની સાથે બીજા કેટલા માણસોના સહારે તે વિચારી રહ્યો છે તેની કલ્પના કદાચ નહીં હોય.  આજે દરેક બાબતે માણસે માણસ નો સહારો લેવો પડે છે. પોતાની કુશળતા બતાવતા લોકોએ એક વખત વિચાર કરવાની જરૂર છે કે પોતે કરેલી સિદ્ધિ પાછળ કેટલા લોકોનું યોગદાન છે.

ભગવાન દેખાય છે

દરેક માણસને ભગવાન દેખાય છે પોતાની આસ્થાના ધામમાં. ક્યારેક તમે પણ મારી જેમ રોડ ઉપરની નાની દેરી માં બેસીને કોઈ માણસને દિવો કરતા કે પૂજા કરતા જોયો હશે. દૂનિયામાં ભગવાન પણ સ્ટેટસ પ્રમાણે પૂજાય છે. જેવો માણસ તેવા તેના ભગવાન. હા મિત્રો મેં જોયું છે અને તમે પણ. જેમકે જો પૈસા હોય તો મારો ભગવાન કૈલાશ પર્વત પર બિરાજમાન છે, અને મારી તાકાતના હોય તો મારો ભગવાન જે નજીકનું મંદિર હોય ત્યાં જ બેઠો હોય અને એમાં પણ તૂટેલુ અથવા ધૂડ વાળું મંદિર હોય તો મારો ભગવાન ત્યાં ના હોય મારો ભગવાન તો સાફ સૂથરા હાઈ ક્લાસ મંદિરમાં જ હોય. પણ એ ધૂડવાળા મંદિરમાં લાખો ગરીબ લોકો દર્શન કરી પોતાની આસ્થાનો પૂરાવો આપતા હોય છે. આવું કેમ જ્યાં ગરીબોને ભગવાન દેખાય છે ત્યાં અમીરોને કેમ નહીં દેખાતા હોય.

પ્રાણ જાય પર જાત ન જાય

એમાં ખોટું પણ શું છે? ખોટ્ટા દેખાવ અને ડોળ કર્યા કરતાં માણસ જે હોય તે દેખાય તે વધારે સારુ છે.

માણસો જાણે પોઠિયા

આજના ઘણા માણસો પોઠિયા જેવા થઈ ગયા છે. તમારા ગુગલ મેસેન્જરમાં કે યાહૂ મેસેન્જરમાં કે પછી ફેસબુકના ફ્રેન્ડ લિસ્ટમાં પોઠિયાની જેમ બેઠા રહે ના હસે કે ના વાત કરે. એમને જોઈને તમને એમ થાય કે મંદિરમાં જગ્યા રોક્યા કરતા આ પોઠિયાઓની જેમ બેઠા રહેલા માણસોનું શું કરવાનું. માણસો ખાલી ઈન્ટરનેટની દુનિયામાં જ નહીં. પરંતુ વાસ્તવિક જગતમાં પણ આવા જ હોય છે. જ્યારે કામ પડે ત્યારે બોલાવો તો હજાર અને એક પ્રકારના બહાના બતાવી છટકી જાય છે. તે ખાલી આપણા સૌના મગજમાં જગ્યા રોકવાનું જ કામ કરતા હોય છે.

તારું છાણ ને મારુ દૂધ

બે મિત્રો હતા. વેપાર કરવાનો બહુ શોખ. પણ ગજવામાં પૈસા નહી. તો શું કરવું એ વિચાર કરવા બેઠા. બેઠા બેઠા એક મિત્ર બોલ્યો. - એ લાલિયા એક કામ કરીએ આપણે ગાય લઈ આવીએ. - લાલિયો બોલ્યો - પણ બકલા તને ખબર છે ગાય કેટલા રૂપિયાની આવે છે. બકલો - પચ્ચીસ હજારની આવે છે બોલ. લાલિયો - પણ મારી પાસે તો દસ હજાર જ છે. બકલો - મારી પાસે પંદર છે. બંન્ને સાથે - ચાલો તો પછી ગોવાળિયા બની જઈએ. ડેરીનો ધંધો કરીએ આમ વિચાર કરતાં કરતાં બકલાના મનમાં લાલચ જાગી. પણ લાલિયા હું તો પંદર હજાર રોકું છું અને તુ દસ તો મારો ભાગ કેટલો અને તારો કેટલો. બકલો મુંજાઈ ગયો. વાત તો સાચી છે... સાલુ અઘરું છે. મને તો 100 માં થી ટકા કાઢતાં આવડે આ 10 અને 15 માંથી ટકા કેવી રીતે કાઢવાના.. બંન્ને એક સાધુ પાસે ગયા. પ્રભુ અમને મારગ ચીંધો. અમે ફસાઈ ગયા છીએ... હં. .. હં... હં... બોલો શું સમસ્યા છે. બકલો - મહારાજ હું ગાય લેવા પંદર હજાર કાઢુ છું લાલિયો - અને હું દસ હજાર બંન્ને સાથે - તો હવે અમારે આવક માંથી ભાગ કેવી રીતે પાડવા. મહારાજ - વિચારવા દો... હં.... હં..... હં.... થોડીવાર પછી મહારાજ - એક કામ કરો બકલા તું પૈસા ઓછા આપે છે એટલે તારે ગાયનું છાણ લઈ

આજનો આદિમાનવ

પાનની પિચકારીઓ મારે બસમાં બેઠા બેઠા, પાછો સંતાઈ પણ જાય એને ખબર છે કે કોના ઉપર એ થૂંક્યો. જ્યાં ત્યાં વેફરના ખાલી પેકેટ, ખાલી પડીકીના પેકેટ, સિગારેટના ઠૂંઠા, બીડીની રાખ, સ્કૂટર પરથી પાછળ પાનની પિચકારી મારે એને દેખાય નહી પાછળ કોઈ આવતું હોય તો. આવા કેટલાય પ્રકારના આદિમાનવ જીવી રહ્યા છે.

આપણા મંદિરોનું ધન

દુનિયાના તમામ મંદિરોનું ધન જો એક બેંકમાં એકજ ખાતામાં મૂકવામાં આવે તો? દેશના વિકાસ અને વિજ્ઞાન ક્ષેત્રે શોધ અર્થે જો આ ધનનો ઉપયોગ કરવામાં આવે તો? આમ જોવા જઈએ તો તે ધન ભગવાનનું છે, અને ભગવાન સૌનો છે માટે તે ધન સૌનું છે. તમારા મત મુજબ કંઈ અલગ વાત હોઈ શકે પણ જો તમે ટિપ્પણી નહીં કરો તો?

ધારુ તો હાલ છોડી દઉં

માણસને ક્યારે આ વ્યસને ઘેરી લીધો તેને ખબર નથી. સામાન્ય માણસને પહેલા તો ખૂબ મજા આવે છે જ્યારે વ્યસન કરવાથી થોડા ઘેનમાં રહેવાય છે, મીઠી મીઠી ઊંઘ આવતી હોય તેમ. આ વ્યસન તમારી ઊંઘ ઉડાડીદે છે જ્યારે સામાન્ય રહેવા માટે વ્યસન કરવાની જરૂર પડે છે. હા. સાચી વાત છે. પહેલા તો સામાન્ય માણસ વ્યસન કરીને નશાની ફાલતુ દુનિયામાં મસ્ત હોવાનો ડોળ કરે છે. પછી એક સમય એવો આવે છે જ્યારે, વ્યસન ન કરવાથી તે નશામાં રહે છે. હવે પ્રક્રિયા ઉંધી છે. જો વ્યસન શરીરમાં ના જાય તો તેને ઊંઘ આવતી હોય તેમ લાગ્યા કરે છે, જુઓ હવે આ સામાન્ય સ્થિતિમાં આવવા માટે વ્યસનનો સહારો લે છે.  તો પહેલા તમે સામાન્ય સ્થિતિમાં તો હતા. શું ફાયદો થયો આ વ્યસન થી.  વ્યસની માણસને વ્યસન છોડવાની સલાહ આપવી તે યોગ્ય નથી, કારણ તે એમ હંમેશા કહ્યા કરતો હોય છે કે " ના ભાઈ ના આતો વ્યસન નથી, ધારુ તો હાલ છોડી દઉં "  - એ હાલ ને કાલ ક્યારે આવશે તે આપણને ખબર નથી, પણ તે મનમાં ધારીને બેઠો હોય છે કે, લોકોતો બોલ્યા કરે, આપડે ભઈ જે કરવું હોય તે કરવાનું.

સ્વાર્થ પૂરતાં ટોળાનો સમાજ

દુનિયામાં સમાજના નામે પોતાના સ્વાર્થ પૂરતાં લોકોના ટોળા ભેગાં કરતા આવ્યા છે. પણ જ્યારે ખરેખર માણસને જરૂર હોય ત્યારે તેને પૂછવા વાળા ની સંખ્યા શૂન્ય છે. એક ગરીબ નો કોઈ સમાજ નથી હોતો. તેમ એક અમીરનો પણ કોઈ સમાજ હોતો નથી. આ મારા અનુભવમાં આવેલી વાત ને ધ્યાનમાં લેવાની જરૂર નથી તમારો અનુભવ કંઈ અલગ પણ હોઈ શકે.  પણ માનવતા એક એવો સમાજ છે, જ્યાં સ્વાર્થનાં ટોળા નથી હોતા, નિઃસ્વાર્થ ભાવનાથી પરોપકાર કરવા અને લોકોના દુઃખ - દર્દને પોતાના સમજી દૂર કરવા ભેગો થાય છે આ સમાજ. અહીં નથી કોઈ અમીર કે ગરીબ, સૌ માનવ માનવતા ખાતર તન - મન - ધન થી જોડાય છે. આપણે સૌ જો માનવ સમાજમાં જોડાઈએ તો સારું છે.

વિશ્વાસ નો શ્વાસ

વિશ્વાસનો શ્વાસ ભરી માણસ જીવી રહ્યો છે. આજમાં વિશ્વાસ નથી તે તો, ભવિષ્યના વિશ્વાસે જીવી રહ્યો છે.

ગુજરાત આપણી જન્મભૂમિ

ગુજરાત મારી જન્મભૂમિ. એમ બોલતાં જ આપણાં રોમ રોમ માં થી ગુજરાતી હોવાના ગૌરવની લહેરો ઉઠે છે.  ઘણા વિચારોને મન અને મગજમાં ઉછેરી મોટા કર્યા છે. આ વિચારોને ઈન્ટરનેટ પર રહેલા તમામ ગુજરાતી સુધી પહોંચાડવા હું પ્રયત્ન કરી રહ્યો છું. આપણા ગુજરાત પર એક એવું પ્રકાશન હોવું જોઈએ જેમાં ગુજરાતના તમામ પ્રકારના સ્થાપત્ય રહેણાક તથા અન્ય વિશેની સંપૂર્ણ માહિતી હોય, સાથે તે સ્થાપત્યકાર નું નામ અને કયા સમય દરમિયાન તેની સ્થાપના થઈ તે પણ સમાવી લેવામાં આવે અને તેને લઈને ઇતિહાસના મુખ્ય મુદ્દાઓને પણ સાંકળી લેવામાં આવે. આ સાથે તેના ફોટો અને ફિલ્મ પણ એક સીડીમાં આપવામાં આવે. ગુજરાતના આ સ્થાપત્યનો જો હાલમાં ના હોય તો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે. -- આ સાથે આજ ગ્રંથની એક વેબસાઈટ પણ બનાવવામાં આવે જેમાં ગ્રંથમાં રહેલા તમામ લેખ, ફોટા અને ફિલ્મ સાથે દર્શાવ્યા હોય ( મારી દૃષ્ટિએ આ ગ્રંથ અને વેબસાઈટનું રૂપાંતર જે પણ ભાષામાં થાય પણ પ્રથમ તો ગુજરાતીમાં જ હોવું જોઈએ ) આવું કોઈ પ્રકાશન તમારા ધ્યાનમાં હોય તો પ્રકાશકનું નામ અને પુસ્તકનું નામ અહીં ટિપ્પણી કરવા વિનંતી.  ઘણી બધી આવી બાબતો તમારા મન અને મગજમાં પણ હોય છે, તેને ફક્ત

સત્ય સ્વીકારવું બહુ અઘરું છે

સાંભળો કે વાંચો અને કહેનાર કે લખનાર જ્યારે તમને કડવા લાગે એટલે કે એમ થાય કે આ મૂર્ખ છે, ત્યારે પોતાની અંદરથી ઘમંડને બાજુ પર બેસાડી બે ઘડી વિચાર કરવા જેવો છે. કારણ કે, માણસ નો સ્વભાવ એવો છે, જેના લીધે સત્ય બોલનાર અને લખનાર બેઉ ગમતા નથી. એમાં ખોટું પણ નથી. આ સમય સૃષ્ટિ પરના તમામ જીવ પોતાને કંઈક હોવાનું માની બેઠેલા છે. તેઓએ આ ચેતવણી આપતો આ સંદેશ સમજી લેવાની જરૂર છે.

વાસ્તવિકતા

માણસ પાસે પોતાને છેતરવાની ખૂબ સુંદર કળા હોય છે. હંમેશા હર પળ માણસ પોતાને છેતરતો આવ્યો છે. અને છેતર્યા કરે છે. વાસ્તવિક્તામાં જીવવાની આદત ન હોવાથી આમ કરતો હશે કદાચ.  વાસ્તવિકતા એ તમારા પહોંચમાં આવતી તમામ બાબતો છે. પહોંચ બહારની કલ્પના ને સ્વપ્ન કહેવાય છે. સ્વપ્ન સાકાર તથા જોયા છે, પણ તેના માટે પ્રયત્ન કરતો માણસ વાસ્તવિક જીવનને ભૂલી રહ્યો છે અને પછીથી મળનારા પરિણામના દિવાસ્વપ્નમાં આજથી રાચ્યા કરે છે. સમજવામાં જો મુશ્કેલી હોય તો સરળ કરી આપુ. ધારોકે કોઈ નેતા ચૂંટણી લડવાનો હોય અને હજી પરિણામને એક મહિનાની વાર હોય છતાં જે સ્વપ્નમાં તે રાચે તેમ. સમજુ નેતાઓ તેમ કરતા નથી એજ રીતે આપણે પણ વાસ્તવિક્તાને સ્વીકારી આજને અને આ પળને સારામાં સારી રીતે જીવતા શીખવાની જરૂર છે.

ભૂલવાની આદત વાળા લોકો

હું એવા ઘણા માણસો ને મળ્યો જેઓને ભૂલવાની આદત હોય. આપણે કહેલી વાતો અને આપણા થકી થયેલા ફાયદાને, પોતાની હોશિયારી સાબિત કરવા આપણને જ કહેતા હોય છે. મને આવા માણસો ગમે છે. કારણ કે તમને ક્યારેય તમારા થકી થયેલા ફાયદાનો જસ આપતા નથી અને મજાથી તમારી સામે જોયા કરે છે. આવા માણસોને મદદ કરવી કે સલાહ આપવી એ મૂર્ખામી છે. આવા લોકો તમારો ફાયદો ઉઠાવી તમને મૂર્ખ સાબિત કરવામાં પાછાં નથી પડતા.

મજબૂર, વિવશ, નિરુપાય, લાચાર

મજબૂર માણસથી વધારે કમનસીબ આ દુનિયામાં કોઈ નથી. જ્યારે માણસ મજબૂર હોય ત્યારે તેની હાલત યુદ્ધના મેદાનમાં હથિયારોથી સજ્જ યુદ્ધ શરૂ થવાની રાહ જોતા યોદ્ધા જેવી હોય છે. તેની તમામ તાકાત હોવા છતાં, યુદ્ધ કુશળ હોવા છતાં તે કંઈ કરી શકતો નથી. આવી જ હાલત મજબૂર માણસની હોય છે. ક્યારેક Boss અથવા Client સામે આ અનુભવ તમે પણ કર્યો હશે.

ઉતાવળે આંબા ના પાકે

જીવનમાં લોકોને ઉતાવળ કરવાની ખોટી આદત પડી ગઈ છે. કોઈ પણ કારણ વગર ઉતાવળ કરી પોતાનું પ્રેશર હાઈ કરે છે અને બીજા લોકોને હેરાન કરે છે. આવા લોકોથી જેટલા દૂર રહો તેમ સારું છે. એ ઉતાવળનું પરિણામ તો ખરાબ હોય જ છે, પણ શાંતિ રાખીને જે કામ થઈ શકે તેટલું પણ કામ ઉતાવળે થતું નથી. છતાં પોતાનો કક્કો ખરો કરવા અને બીજાથી અમે વધારે હોશિયાર છીએ તેમ સાબિત કરવા, આમ કરતા લોકો મૂર્ખ છે. ગુજરાતીમાં એક કહેવત છે. -- ઉતાવળે આંબા ના પાકે -- દરેક બાબતથી ઉતાવળ કરતા લોકોને જરા ઠંડા પડી બેસીને ફરી એક વાર તેમની ઉતાળીયા સ્વભાવના લીધે ગુમાવેલી તકનો અને સમયનો સરવાળો કરવાની જરૂર છે. આ એક એવો સમય ચાલી રહ્યો છે, જ્યારે માણસને પોતાની ક્ષમતા કરતા વધારે કમાઈ લેવાનો ચસકો લાગ્યો છે. પણ.... ગમે તેટલી ઉતાવળ કરવા છતાં આખરે તો ક્યાંક ને ક્યાંક આ ઉતાવળની અંદર પણ રાહ જોવી પડતી હોય છે. તો શાને માટે આટલી બધી ઉતાવળ.

સરળતા

જીવન એટલું સરળ છે કે તમે કલ્પના પણ ન કરી શકો. પણ માણસ એની જાતે ને જાતે જ મુશ્કેલ બનાવી દેતો આવ્યો છે, જે સત્ય છે. જીવનની મુશ્કેલી વધવાનું મુખ્ય કારણ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. જેમ જેમ માણસ ની જરૂરિયાત વધતી જાય છે. તેમ તેમ તેના જીવનમાં મુશ્કેલીનું પ્રમાણ વધતું જાય છે. સરળતા એ સુખી જીવનની ચાવી છે. ---------------------------------------------------------- શબ્દાર્થ માટે જુઓ -  http://www.gujaratilexicon.com

અમદાવાદ ના શટલ

બેફામ ચલાવતા રીક્ષાવાળાઓને કોઈ રોકી ન શકે. શટલના નામે એક રીક્ષામાં દસ દસ જણા ભરીને ચલાવી રહેલા આ મસ્તરામ ને દુનિયાની કોઈ ચિંતા નથી, એને મન તો બધુજ સરળ છે. પાછળ બેઠેલા લોકોની ઢાંકણી અથડાય કે પરસેવાથી લથપથ બીજો માણસ આવીને ખોળામાં બેસી જાય તમારા માથા પરથી હાથ ને ખભા પરથી એની થેલીઓ જતી હોય. પાન ખાતા ખાતા અને પડીકી તોડીને ખંખેરી લોકોના મોં પર ભૂકી ઉડાડતા લોકો પોતાને તીસમારખાં સમજતા હોય છે.