ભગવાન દેખાય છે

દરેક માણસને ભગવાન દેખાય છે પોતાની આસ્થાના ધામમાં. ક્યારેક તમે પણ મારી જેમ રોડ ઉપરની નાની દેરી માં બેસીને કોઈ માણસને દિવો કરતા કે પૂજા કરતા જોયો હશે. દૂનિયામાં ભગવાન પણ સ્ટેટસ પ્રમાણે પૂજાય છે. જેવો માણસ તેવા તેના ભગવાન. હા મિત્રો મેં જોયું છે અને તમે પણ.

જેમકે જો પૈસા હોય તો મારો ભગવાન કૈલાશ પર્વત પર બિરાજમાન છે, અને મારી તાકાતના હોય તો મારો ભગવાન જે નજીકનું મંદિર હોય ત્યાં જ બેઠો હોય અને એમાં પણ તૂટેલુ અથવા ધૂડ વાળું મંદિર હોય તો મારો ભગવાન ત્યાં ના હોય મારો ભગવાન તો સાફ સૂથરા હાઈ ક્લાસ મંદિરમાં જ હોય. પણ એ ધૂડવાળા મંદિરમાં લાખો ગરીબ લોકો દર્શન કરી પોતાની આસ્થાનો પૂરાવો આપતા હોય છે.

આવું કેમ જ્યાં ગરીબોને ભગવાન દેખાય છે ત્યાં અમીરોને કેમ નહીં દેખાતા હોય.

Popular posts from this blog

પાંચ મહાભૂતનાં તત્વો

મારે થોડું રડવું છે

આજનો આદિમાનવ