સ્વાગત છે આ સુંદર દુનિયામાં, જીવવા માટે.

જ્યારે આ પૃથ્વી પર કમ્પ્યુટર ન હતા, જ્યારે આ પૃથ્વી પર કોઈ પણ પ્રકારના મશીન ન હતા. જ્યારે આ પૃથ્વી પર નાણા જેવી કોઈ બલા ન હતી, ત્યારે શું માણસ જીવતો ન હતો? માણસ જેટલો બુદ્ધિશાળી એટલો જ મૂરખ હોય છે. એ જરૂરિયાત ઊભી કરવા વાળો પણ એ પોતે જ છે. જ્યારે સંપૂર્ણ જરૂરિયાતનો અંત આવે ત્યારે માણસનો અંત આવતા મેં જોયો છે. વાહ... બુદ્ધિશાળી માનવી તેં તો તારી પેઢિયો તારી દીધી, પણ પ્રશ્ન એ જ ઊભો છે. આ સુંદર દુનિયામાં જીવવા માટે આવ્યો, પણ શું તુ જીવ્યો?

આજના આધુનિક જીવનમાં જીવવાની સાથે જીવવાનો સમય કેવી રીતે કાઢવો એ એક કલા છે. જે લોકો આ કલા શીખી જાય છે તેઓ જીવી જાય છે, નહીં તો જીવ્યે જાય છે.

Comments

Post a Comment

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…

અજાણતા...