Posts

Showing posts from January, 2012

સંબંધો અને પૈસા

સંબંધોથી ઘર ચાલતું નથી, કે કોઈ કંઈ આપતું નથી. મારો અનુભવ જો તમને કહું તો, જ્યારે જ્યારે મેં કોઈ વ્યક્તિને પોતાનું સમજી તેના માટે મારા જીવન માંથી કિંમતી સમય ફાળવ્યો અને મારા પૈસા કમાઈ શકું તેવા સમયને તેમની પાછળ મફતમાં ખર્ચ કર્યો અને  છેવટે હું ગાંડો બન્યો. એ લોકો જેને તમે પોતાના માની, ભવિષ્યમાં તેમની મદદ મળશે તેવું વિચારી તેમના માટે... ત્યાગ કર્યા કરો. ઉપરથી તે તમને ધમકી આપે કે, હું તારી પત્તર ફાડીશ...  આના કરતા તેમના કામ કર્યા વગર પૈસા કમાયા હોત તો સારુ. આજ પછી ક્યારેય હું પૈસા લીધા વગર કોઈ નું ય કામ કરવાનો નથી. સંબંધો નો કોઈ ભરોસો હોતો નથી... એક પળ માં તૂટી જાય છે. પણ બેંક માં મૂકેલા પૈસા આપણી સાથે રહે છે.

 વ્યાપાર માં ક્યારેય કોઈ ની મિત્રતા કરવી તે મૂર્ખામી છે.

સત્યની શોધ

સત્ય એ છે કે હું શ્વાસ લઈ રહ્યો છું. જીવન ના દરેક ઉતાર ચઢાવ બાદ, એક શ્વાસ ભરી ને બેઠો ત્યારે સત્ય શું છે તે જાણવાની ઇચ્છા થઈ. તમામ સરવાળા બાદબાકી પછી, એમ સમજાયું કે આજ અને આ પળ એ સત્ય છે. ગઈ કાલ અને આવતી કાલ માત્ર કલ્પના અને ચિત્ર છે. કલ્પનાચિત્ર ક્યારેય સત્ય ન હોઈ શકે. ભૂતકાળ ને ક્યારેય બદલી શકાતો નથી અને ભવિષ્યને ક્યારેય સમજી શકાતો નથી. તો સત્ય શું છે ? આજ અને આ પળ તે સત્ય છે.

તમે આ વાંચી રહ્યા છો ત્યારે એક ભૂતકાળનું નિર્માણ કરી રહ્યા છો ને આગળ અહીં શું લખ્યું છે તે તમને પણ ખબર નથી. માટે જ્યારે તમે આ પળ ને વાંચવા માટે ખર્ચ કરો છો ત્યારે તમે તમારા જીવનની ક્યારેય પાછી ના આવનારી પળોનો ખર્ચ કરી સત્યને પામી રહ્યા છો. આજ રીતે જ્યારે તમે ભૂતકાળના જીવનને યાદ કરી, આ પળ ને દુઃખથી ભરી દો છો ત્યારે તમે વર્તમાન ને દુઃખથી ભરી આવનારા ભૂતકાળને પણ દુઃખથી રંગી રહ્યા છો, જે હજી ભવિષ્ય છે તેને તમે જીવ્યા વગર ભૂતકાળના જીવનને વર્તમાનમાં જીવી, આવનારા ભૂતકાળ જે અત્યારે ભવિષ્ય છે તેનો તમે નાશ કરી રહ્યા છો. માટે તમારો ભૂતકાળ તમારા વર્તમાન અને ભવિષ્યકાળ ને ભરખી જાય છે.

આજને ભરપૂર જીવવાની જ જ્ઞાનીઓ એ સલાહ આપ…

વિશ્વાસ

પણ  પિતાજી તમે મને દેખાતા નથી... કંઈ વાંધો નહીં બેટા હું તને જોઈ રહ્યો છું. તુ કૂદ હું તને ઝીલી લઈશ. દીકરા એ  વિશ્વાસ થી એ કાળા અંધારા માં કૂદકો માર્યો અને પિતાએ એને ઝીલી લીધો.

વિશ્વાસ. શબ્દ જરા ફરીથી વાંચો... શ્વાસ શબ્દને પોતામાં આવરી લેતાં, આ વિશ્વાસે કેટ કેટલાંના શ્વાસ રોકી કાઢ્યા છે, અને તે જ વિશ્વાસે વિશ્વ સમગ્રને અવ નવી અજાયબીઓ પણ આપી છે. જ્યારે બે વ્યક્તિ ની વચ્ચે આ શબ્દ આવે છે ત્યારે....

હું ઓગળી ગયો

ધૂંધળા થયેલા મારા નેત્રપટલ ની સામે કંઈક હલચલ હતી અને અંધારાંમાં હું ઓગળી ગયો. બસ એ જ પળે ગળા થી પેટ સુધી ચીરો વાગ્યો હોય તેમ હું ઢળી પડ્યો. માથામાં કોઈ એ ઘા કર્યો હોય તેમ ઠંડા લોહીની અનુભૂતિ થતી હતી. પુષ્કળ નશો કર્યો હોય તેમ ઘેનના ઘેરાવામાં ઘેરાઈ ઘનઘોર અંધારાં માં હું ઓગળી ગયો.

અમૂલ્ય ક્ષણો

એ દિવસો ક્યારેય આવશે નહીં. હું ક્યારેય એ ક્ષણોને ભૂલી શકીશ નહીં. મેં વિતાવેલા એ દિવસો મારા જીવનની અમૂલ્ય ક્ષણો માંથી હતા. એ કલાકો સુધી તળાવના પાણીમાં પડ્યા પડ્યા મિત્રો સાથે ગપાટા મારવા અને શંખ - પથ્થર ભેગા કરી જે ખુશી મળતી. આંબલી, આંબા, ટામેટાં, ટીકડી, ટેટાં, પપૈયાના ખેતર માં કલાકો ને કલાકો સુધી કોઈ જ જગતની ચિંતા કર્યા વગર બસ જીવ્યા કરવાનું મન થાય છે આજે પણ.

ખાલી પડેલા તળાવમાં કોદાળી લઈને ખજાનો શોધવા ઊંડો ખાડો કરવાનો. ખંડેરોમાં બીક લાગે છતાં ઊંડે ઊંડે દરેક ઓરડાઓમાં જઈ ને કંઈક જોવા કે જાણી લેવા માટે ના પ્રયત્નો. એ વડ પર આખી બપોર બેઠા રહેવા અને સૌથી ઉપર જઈને કોણ બેસે તેની હરીફાઈ કરવી. ટેટાં તોડી તેની ચટણી બનાવવી. દૂર દૂર રેલગાડી ના પાટે પાટે ચાલ્યા જવું. ક્યાં જશે આ પાટા તેની કાંઈ ખબર ના હોય. એ કેનાલ અને કુંડમાં ભૂસકા મારવાના અને જે બળદ ગાડું દેખાય તેના ઉપર બેસી દૂર દૂર સુધી જતા રહેવું.

શા માટે... શા માટે .... શા માટે આ દુનિયામાં હંમેશા એવું જીવન શક્ય નથી ?

પ્રેમ નો ભ્રમ

આકર્ષણને પ્રેમનું નામ આપી, ભ્રમમાં જીવનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ એવો સમય ચાલી રહ્યો છે જ્યાં લોકોને પહેલી નજરમાં પ્રેમ થઈ જાય છે. આશ્ચર્યની વાત તો છે જ પણ જીવનભર સાથે રહેવા સુધીની વાત દસ મિનિટ માં નક્કી થઈ જાય છે. આનું પરિણામ હતાશા અને દુઃખ હોઈ શકે.

ખૂબ જ સમજવા જેવો છે આકર્ષણ અને પ્રેમ નો તફાવત.

વિચારોના વાદળ

કયા દેશ થી આવે છે આ  વિચારોના વાદળ ?

બા એ કહ્યું.... ધોમ ધખે છે સૂઈ જાવ ક્યાંય જવાનું નથી. આ સાંભળીને ગમ્યું નહીં પણ બા કહે એટલે તેની વાત માનવી જ પડે. હવે સૂઈ જવા સિવાય કોઈ બીજો રસ્તો નથી. હું પરહાળ માં જઈને સૂવાનો પ્રયત્ન કરૂ તે પહેલા તો વિચારોના વાદળોથી મારી આંખો ઘેરાઈ ગઈ.... છત પર લટકી રહેલા પિત્તળના વાસણો ને જોઈને.... જાણે આખો પરહાળ ફરતો હોય તેમ ગોળ ગોળ બધું.... આ... વું.... કેમ થાય છે.... મને કંઈ સમજાય તે પહેલા તો.... એક દ્ગશ્ય મારી આંખોની સામે આકાર લેવા માંડ્યું.... ઘણા બધા લોકો ભેગાં થયા હતા અને કંઈ બોલી રહ્યા હતા.... તેમનો અવાજ સ્પષ્ટ ન હતો, પણ મને સમજાઈ રહ્યું હતું કે તે ઓ કોઈ ના થી ડરી રહ્યા હતા અને ઓરડાની બન્ને બાજુએ લાકડી, તલવાર જેવા હથિયારો લઈ ને ઊભા હતા... જાણે કોઈ અંદરથી બહાર આવશે અને તેને મારી ને પાડી દેશે... જો એમ નહીં કરે તો જે અંદર થી બહાર આવશે તે એમને મારી નાખશે. વાતાવરણ કંઈ વિચિત્રતાના રંગોથી રંગાઈ ગયું હતું. ઓરડાની અંદરથી કોઈ જાડો ખોખરો અવાજ આવી રહ્યો છે.... બધા બહાર એકત્ર થયેલા લોકો હવે શાંત થઈ ગયા છે. હું ક્યાં ઊભો છું મને ખબર નથી. પણ હું આ જોઈ રહ્યો છું. ઓરડા…

જિંદગી

મેં જિંદગી ને ઘણા ખૂણે શાંત બેસીને જોઈ છે. ક્યારેય તે મને પૂછતી નથી કે, તું કેમ આમ શાન્ત બેસી મને જોયા કરે છે. તેને પણ કદાચ ખબર હશે કે આ સમયે આનો કોઈ ફાળો મારા કામમાં છે નહીં. આ....હ....

આ પળ ખૂબજ દુઃખદાયી હતા. ક્યારેક હું કંઈ બોલી ના શક્યો ક્યારેક મેં ભાગ ભજવવાનો પ્રયત્ન ન કર્યો ક્યારેક મને ચૂપ કરી દેવામાં આવ્યો.... ક્યારેક મને ચૂપ રહેવામાં સત્ય લાગ્યું. ત્રણ દાયકાથી આ સતત ચાલી રહેલી જિંદગી ને મેં નજીક અને ખૂબજ સૂક્ષ્મતાથી નિહાળી છે. જેઓ મારા સંપર્કમાં આવ્યા તેઓની જિંદગી ને મેં તેમની આંખે નિહાળી છે. એમના દુઃખ ને મેં અનુભવ્યા છે, એમની ખુશીઓને મેં લુપ્ત થતા જોઈ છે. ક્યારેય આ જિંદગી કોઈને પૂછતી નથી, તને શું ગમે છે ? તે તો તેની મસ્તીમાં આગળ ને આગળ વધ્યા કરે છે.

ક્યારેક આ ગાંડા હાથી જેવી હોય છે. તેના  માર્ગમાં આવનાર દરેકને એ પગ નીચે કચડી, આગળ વધી જાય છે. ક્યારેક એ ડૂબતાને બચાવતી હોડી રૂપે હોય છે. ક્યારેક પ્રેમ ને ક્યારેક આક્રોશ વ્યક્ત કરતી આ જિંદગી ને જરા ફરી એક નજરે જુઓ તો...... કોણ કરી રહ્યું છે આ બધું ?