ઉતાવળે આંબા ના પાકે


જીવનમાં લોકોને ઉતાવળ કરવાની ખોટી આદત પડી ગઈ છે. કોઈ પણ કારણ વગર ઉતાવળ કરી પોતાનું પ્રેશર હાઈ કરે છે અને બીજા લોકોને હેરાન કરે છે. આવા લોકોથી જેટલા દૂર રહો તેમ સારું છે. એ ઉતાવળનું પરિણામ તો ખરાબ હોય જ છે, પણ શાંતિ રાખીને જે કામ થઈ શકે તેટલું પણ કામ ઉતાવળે થતું નથી. છતાં પોતાનો કક્કો ખરો કરવા અને બીજાથી અમે વધારે હોશિયાર છીએ તેમ સાબિત કરવા, આમ કરતા લોકો મૂર્ખ છે.

ગુજરાતીમાં એક કહેવત છે. -- ઉતાવળે આંબા ના પાકે --

દરેક બાબતથી ઉતાવળ કરતા લોકોને જરા ઠંડા પડી બેસીને ફરી એક વાર તેમની ઉતાળીયા સ્વભાવના લીધે ગુમાવેલી તકનો અને સમયનો સરવાળો કરવાની જરૂર છે. આ એક એવો સમય ચાલી રહ્યો છે, જ્યારે માણસને પોતાની ક્ષમતા કરતા વધારે કમાઈ લેવાનો ચસકો લાગ્યો છે. પણ.... ગમે તેટલી ઉતાવળ કરવા છતાં આખરે તો ક્યાંક ને ક્યાંક આ ઉતાવળની અંદર પણ રાહ જોવી પડતી હોય છે. તો શાને માટે આટલી બધી ઉતાવળ.

Popular posts from this blog

મારે થોડું રડવું છે

આજનો આદિમાનવ

કંગાળ કોણ?