સ્વાર્થ પૂરતાં ટોળાનો સમાજ

દુનિયામાં સમાજના નામે પોતાના સ્વાર્થ પૂરતાં લોકોના ટોળા ભેગાં કરતા આવ્યા છે. પણ જ્યારે ખરેખર માણસને જરૂર હોય ત્યારે તેને પૂછવા વાળા ની સંખ્યા શૂન્ય છે. એક ગરીબ નો કોઈ સમાજ નથી હોતો. તેમ એક અમીરનો પણ કોઈ સમાજ હોતો નથી. આ મારા અનુભવમાં આવેલી વાત ને ધ્યાનમાં લેવાની જરૂર નથી તમારો અનુભવ કંઈ અલગ પણ હોઈ શકે. 

પણ માનવતા એક એવો સમાજ છે, જ્યાં સ્વાર્થનાં ટોળા નથી હોતા, નિઃસ્વાર્થ ભાવનાથી પરોપકાર કરવા અને લોકોના દુઃખ - દર્દને પોતાના સમજી દૂર કરવા ભેગો થાય છે આ સમાજ. અહીં નથી કોઈ અમીર કે ગરીબ, સૌ માનવ માનવતા ખાતર તન - મન - ધન થી જોડાય છે. આપણે સૌ જો માનવ સમાજમાં જોડાઈએ તો સારું છે.

Popular posts from this blog

આજનો આદિમાનવ

મારે થોડું રડવું છે

કંગાળ કોણ?