ગુજરાત આપણી જન્મભૂમિ

ગુજરાત મારી જન્મભૂમિ. એમ બોલતાં જ આપણાં રોમ રોમ માં થી ગુજરાતી હોવાના ગૌરવની લહેરો ઉઠે છે.  ઘણા વિચારોને મન અને મગજમાં ઉછેરી મોટા કર્યા છે. આ વિચારોને ઈન્ટરનેટ પર રહેલા તમામ ગુજરાતી સુધી પહોંચાડવા હું પ્રયત્ન કરી રહ્યો છું.

આપણા ગુજરાત પર એક એવું પ્રકાશન હોવું જોઈએ જેમાં ગુજરાતના તમામ પ્રકારના સ્થાપત્ય રહેણાક તથા અન્ય વિશેની સંપૂર્ણ માહિતી હોય, સાથે તે સ્થાપત્યકાર નું નામ અને કયા સમય દરમિયાન તેની સ્થાપના થઈ તે પણ સમાવી લેવામાં આવે અને તેને લઈને ઇતિહાસના મુખ્ય મુદ્દાઓને પણ સાંકળી લેવામાં આવે. આ સાથે તેના ફોટો અને ફિલ્મ પણ એક સીડીમાં આપવામાં આવે. ગુજરાતના આ સ્થાપત્યનો જો હાલમાં ના હોય તો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે. -- આ સાથે આજ ગ્રંથની એક વેબસાઈટ પણ બનાવવામાં આવે જેમાં ગ્રંથમાં રહેલા તમામ લેખ, ફોટા અને ફિલ્મ સાથે દર્શાવ્યા હોય ( મારી દૃષ્ટિએ આ ગ્રંથ અને વેબસાઈટનું રૂપાંતર જે પણ ભાષામાં થાય પણ પ્રથમ તો ગુજરાતીમાં જ હોવું જોઈએ )


આવું કોઈ પ્રકાશન તમારા ધ્યાનમાં હોય તો પ્રકાશકનું નામ અને પુસ્તકનું નામ અહીં ટિપ્પણી કરવા વિનંતી. ઘણી બધી આવી બાબતો તમારા મન અને મગજમાં પણ હોય છે, તેને ફક્ત તમારા સુધી રહેવા ન દો, તેને વહેવા દો.

Popular posts from this blog

મારે થોડું રડવું છે

આજનો આદિમાનવ

કંગાળ કોણ?