હક્ક અને અભિમાન

સામાન્ય રીતે હક્ક અને અભિમાન નો એક-બીજા સાથે સંબંધ હોવાથી, ઘણા લોકોને ગેરસમજ થાય છે. જ્યારે કોઈ તમારી પાસે હક્કથી વાત કરે તો, અભિમાન કરતા હોય તેમ લાગે છે. હા અભિમાન તો હોય જ છે, સંબંધોના હક્કનું. સમજી-વિચારીને સમજ જો.

આજે 10,001

ફાલતુ વાત ના આજે 10,001 pageviews પૂરા થયાનો આનંદ છે. આપ સૌ વાચક મિત્રો નો આભાર.
Stats by #Blogger


કેટલા ભેગાં થયા?

સવાલ ખૂબ જ અઘરો છે. જવાબ કોઈ આપી શકે તેમ નથી. ગીતામાં લખ્યું છે... શું લઈ ને આવ્યા હતા, શું લઈ ને તમે જવા ના છો? તો પછી આટલી મોટી દોડ શેની છે? જે લોકોને તમે બતાવવા માટે પોતાને બદલી રહ્યા છો, તે તમને શું આપી દેવાના છે? જીવન જીવવાનું ભૂલ્યા વગર જે કંઈ ભેગું થાય તે કરવાની કળા દરેકને શીખવાની જરૂર છે. ઘણા લોકો એમ કરતા હોય છે ઘણા લોકો કરવા ઇચ્છતા હોય છે. કારણ કે આપણો જન્મ પૈસા કમાવા માટે નથી થયો. ઘણા લોકો ફક્ત હરીફાઈ કરવા જ જન્મ્યા હોય છે. બધા કમાઈ ગયા ને હું રહી ગયો. એ પહોંચી ગયો ને મારાથી ના થયું. અરે.... કોણ ક્યાં પહોંચ્યું એ તમારે ચિંતા કરવાની જરૂર નથી, જો તમે અંબાણી કે ટાટા ના બની શકવાના હોવ તો, ફક્ત પોતાનાથી જેટલો આ જીવનનો આનંદ લૂટાય તેટલો લૂંટી લેવાનો અભિગમ રાખવાની જરૂર છે. બારોટ છું એટલે હું સલાહ આપી શકું કે, આ શરીર એક અન્નમય કોષ છે તેને જ્યાં સુધી શક્તિ મળી રહેશે ત્યાં સુધી તે ચાલ્યા કરશે. તો.... તમારે, જીવો ત્યાં સુધી આ અન્નમય કોષ ને પોષવા માટે કેટલા રૂપિયા જોઈએ?

કેટલા ભેગાં થયા? એમ નહીં...... વિચારો કે, કેટલા ભેગાં લઈ ગયા?

વધુ ફાલતુ વાત માટે, વાંચતા રહો, મળતા રહો.. ફાલતુવાત.બ્લોગસ્પોટ.ઈન પર :)

ભૂત ને મગજ હોય?

આત્માને શરીર હોતું નથી... તો પછી મગજ વગર આત્મા યાદ કેવી રીતે રાખી શકે...? કાન વગર સાંભળી કેમ શકે? તો પછી... બદલો લેવા આવેલા ભૂતની વાતો સત્ય કેવી રીતે હોઈ શકે? અને જો આત્મા વિચારી અને યાદ રાખી શકે તો માનવ શરીરમાં મગજનું કામ શું?

સંસારનો સાર

1) કોઈના પર ઉપકાર કરશો નહીં, અને કરો તો... ભૂલી જ જો કે તમને તેના બદલામાં કંઈ મળવાનું છે.

2) કોઈની ઇજ્જત કરતા પહેલા, કોઈના વખાણ કરતા પહેલા, કોઈને તમારા કરતાં વધારે સારો કહેતા પહેલા વિચાર કરજો, ક્યાંક તમારું અપમાન ન થાય.

સૂક્ષ્મતા થી દિલ પર હાથ મૂકીને... ભલે કોઈને કહેશો નહીં.. તમને થયેલા જીવનના આવા અનુભવ ની ટકાવારી વધારે કે ઓછી?  હવે સમય બદલાઈ રહ્યો છે... આવનારા સમયમાં આવા અનુભવ બધાને વારંવાર થશે. 

હજી ઘણું છે... ફરી મુલાકાત લેજો.

ભલા માણસ ઓછાં થયા.. કેમ?

ભલા બનવામાં કોઈ સાર નથી. લોકો હંમેશા ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ સાથે સારી રીતે વાત કરી તો એ હોશિયાર અને તમે ડોબાં, આવું માની લેનારા લોકો સમાજ માં ફરી રહ્યા છે. અને હા મારે એમ પણ કહેવું છે કે જો તમે સારાં કપડાં ન પહેર્યા તો તો તમે ભિખારી અને એ તવંગર. વાહ… શું વાત છે. આવા સમાજ ને હું નવ ગજ ના નમસ્કાર કરૂ છું.

હોશિયાર ડોબાં

આજે બે વાત કહેવાનું મન થાય છે.

એક તો જે લોકો સારૂ કમાય છે તે પોતાની આવડત થી કમાતા હોય તે જરૂરી નથી. કોઈના નસીબનું પણ કમાતા હોય. માટે સારુ કમાતા બધા લોકો હોશિયાર હોય છે તેમ નથી, તે જ રીતે વિપરીત સારુ ના કમાતા લોકો હોશિયાર નથી હોતા તેમ નથી, નસીબ પણ ભાગ ભજવે છે.

બીજી વાત એ કરવી છે કે પોતાની જાત ને હોશિયાર બતાવવા માટે બીજાને ડોબાં સાબિત કરવાની જરૂર નથી. આપણે માણસો છીએ, લાગણી, પ્રેમ અને કરુણા આપણા હૃદયમાં જન્મથી જ હોય છે.

વિચાર-જન્મ-મૃત્યુ

જે વિચાર નો જન્મ ઝડપથી થાય છે,
તે વિચારનું મૃત્યુ પણ ઝડપથી થાય છે.
- અશંક્ય

કોર્પોરેટ ખો

વારા ફરથી વારો, મારા પછી તારો.

ના આતો કોર્પોરેટ ખો છે. મારું કામ તું કર, ને તારું તારાથી નીચેનાં માણસ પાસે કરાવ. જેવુ મને બોસ કામ આપે કે ખો દઉં તને. ખો ખો ચાલી રહી છે કોર્પોરેટ જગતમાં.

આત્મા શું છે?

Blood is Soul. रक्त आत्मा है. લોહી આત્મા છે.

જ્યાં સુધી લોહી નો પ્રવાહ શરીર માં ચાલુ રહે ત્યાં સુધી પ્રાણી જીવિત હોય છે. જો તેનો પ્રવાહ કોઈ એક અંગ સુધી પહોંચવાનો  બંધ થઈ જાય તો તે અંગ નકામું પડી જાય છે. જો આમ હોય તો આત્મા એ લોહી છે અથવા આત્માનો લોહી સાથે સીધો સંબંધ છે.

વિચાર કરી વિચાર જો

જો કોઈ એમ કહે કે તમારા સારા માટે હું તમારા ભાઈ ને મદદ કરૂ છું કે તમારા સારા માટે હું તમારા માણસ ને મદદ કરૂ છું. તો વિચાર કરી વિચાર જો, એ વાતની હકીકત એક વાર એ ત્રીજી વ્યક્તિ પાસે થી જાણો. કારણ કે જે માણસ તમારું સારુ ઇચ્છતો હોય એ, તમને મદદ કરવા ને બદલે ત્રીજી વ્યક્તિ ને મદદ કરી એમ જતાવે કે એ તમારા સારા માટે કરી રહી છે, તો મદદ કરતા પહેલા શું એમની ફરજ નથી કે તમારી સાથે એક વાર વાત કરી જુએ. તમારા એ ત્રીજી વ્યક્તિ સાથે કેટલા સારા સંબંધ છે તે જાણવું જરૂરી નથી? તમને એ વાત ગમશે કે નહીં તે હકીકત જાણયા વગર જ, બસ તમે મને મદદ કરી અને મેં તમારા ભાઈને કે માણસ ને મદદ કરી મારો હિસાબ બરાબર કરી દીધો તેમ માનવું અને કરવું, તે મૂર્ખતા છે. 

સાહેબ હું તમારો....

જો બધા આ જગત માં સાહેબ બની જશે,
કે સાહેબ હોવાનું માની અને સાહેબ જેવું વર્તન કરશે,
તો સાહેબનું કામ કોણ કરશે?