Posts

Showing posts from February, 2012

ક્યારે?

મળેલા માનવ અવતાર ને વ્યર્થ કામોમાં ખર્ચીને વેડફી કાઢવા માટે તત્પર રહેતા ઘણા લોકો આજે પણ પોતાને  છેતરી રહ્યા છે. ક્યારે આ દેહ માંથી આત્મા ઊડી જશે અને ક્યારે તમારા તમામ કામ ત્યાં ના ત્યાં અટકી જશે તે ક્યારેય કોઈ જાણી શક્યું નથી. વિચાર કરવા માટે વિચાર કરવાની જરૂર હોતી નથી તેમ જીવવા માટે જીવવાની જરૂર હોતી નથી પણ સમજવા માટે સમજવાની જરૂર છે. ક્યારે?

બસ સ્ટેન્ડ

આ લોકો અહીં આવે છે અને બસમાં બેસી ચાલ્યા જાય છે. હા હું બસ સ્ટેન્ડ છું. મેં ઘણા લોકોને અહીં રહ્યે રહ્યે નાના-મોટા થતા જોયા છે. મેં કેટલાય લોકોની વાતો , જીવનની કહાણીઓ અહીં સાંભળી છે. મને ઘણીવાર હસાવતા અને રડાવતા આ મુસાફરો ક્યારેય મારી  સામે જોતા નથી. બસ એ તો હા એ બસ માટે જ તો આવે છે. આ સફેદ બંડી વાળા કાકાને તો હું પાંત્રીસ વર્ષથી ઓળખુ છું. જ્યારે એમનો દીકરો અમેરિકાથી પાછો આવ્યો ત્યારે તેમને મેં સામેના રોડથી દોડીને બસ પકડતા જોયા હતા... હા ખૂબજ ખુશ હતા ત્યારે... જાણે હાલ દીકરો આવીને ભેટી પડશે.... ત્યારે અહીં ઊભેલા શરદભાઈ એ કહ્યું - એમનો દીકરો અમેરિકાથી આવી રહ્યો છે, એને લેવા માટે હવાઈમથક જઈ રહ્યા છે છનાલાલ - હા એમનું નામ છનાલાલ, હવે યાદ આવ્યું. છનાલાલ ત્યાર પછી ક્યારેય હસતા દેખવા મળ્યા નથી... મેં છેલ્લીવાર એમને કૂદકો મારીને હસતા હસતા બસમાં બેઠેલા જોયા... જ્યારે પાછા આવ્યા ત્યારે, ધીમાં પગલે ઘર તરફ ચાલતા જોયા હતા... થોડી વાર પછી કાન્તા કાકી અહીં આવ્યા હતા... એમની દીકરીના ઘેર જવા માટે. એ વાત કરતા હતા.. - ખરૂ થયું છનાલાલ સાથે. જૈમિનિ બેને પૂછ્યું શું થયું કાકી - - અરે છનાલાલ હોશે હોંશે એ

સુખની શોધમાં માણસ

આ સમયના લોકો પૈસા પાછળ ગાંડા થયા છે. કોઈ કોઈની સામે જોવા માટે તૈયાર નથી, જો પૈસા ના મળવાના હોય તો. સર્વ સુખ જાણે પૈસાથી જ મળી જવાનું હોય  તેમ માની બેઠેલા આજના સમયના લોકોને શરીર અને માણસ નું મહત્વ જાણે ભુલાઈ ગયું છે. દેખા-દેખી અને ઢોંગનો ડગલો પહેરી ફરી રહેલા લોકો આવનારી કાલ માં જીવી રહ્યા છે. આજનું મહત્વ સમજ્યા વગર તે હંમેશા સપનાઓમાં રાચતા રહે છે, અને કાલ સુધારવાની દોડા-દોડીમાં શ્વાસ લેવાનું ભૂલી ગયા છે. કૃત્રિમ સુખ સુવિધા મેળવવાની આ હોડ માણસને ક્યાં લઈ જશે તે સમજાતું નથી. સાચા સુખની શોધમાં મથી મથી ને મરી રહેલા લોકોને સાચા ગુરૂ ની જરૂર છે.