બીક લાગે છે ભગવાન તારી

કેમ?

ભગવાન ક્યારેય કોઈને સજા કરવા આવતા નથી ક્યારેય મેં ભગવાનને એમ કહેતા સાંભળ્યા નથી. ખોટ્ટા બહાના અને ઢોંગ કરવાની લોકોને ટેવ પડી છે. એમ બોલે કે ભગવાનથી તો બીવો. એટલે સમજી લેવું કે આ માણસ ખોટી ધમકીઓ આપી બિવડાવી રહ્યો છે. પોતાને કંઈક ખોટું કરવું છે કે પોતાનો કોઈ સ્વાર્થ સમાયેલો છે તેમાં.

ક્યારેય ભગવાનથી બીવાની જરૂર નથી. જરૂર છે તો ફક્ત પોતાનું શોષણ કરતા લોકોથી દૂર રહેવાની. ફક્ત અને ફક્ત આવા લોકો જ તમને ભગવાનની બીક બતાવે છે જે તમારું શોષણ કરવા માગતા હોય. અથવા તો તમારી પાસેથી કંઈ આંચકી લેવા માંગતા હોય. આજ નો સમાજ આગળ વધી રહ્યો છે જ્યારે ઘણા લોકો ભગવાન ના નામે બીજા લોકોને છેતરી રહ્યા છે, ઠગી રહ્યા છે. આજે જ નિર્ણય લો કે ક્યારેય કોઈ પણ દિવસ એમ વિચાર આવે કે ભગવાન ની મને બીક લાગે છે કે કોઈ તમને કહે કે ભગવાન થી તો ડરો. ત્યારે તમારો ઉત્તર હોવો જોઈએ "એ તો હું અને ભગવાન સમજી લેશું તું તારી વાત કર."

મારે આનાથી વધારે અત્યારે કંઈ કહેવું નથી પણ પોતાને છેતરતા લોકોથી દૂર રહેવાનું નક્કી કરી લે જો. કોઈપણ વિચાર કરતા પહેલા એટલું સમજી લેવાની જરૂર છે કે ભગવાન જેટલા તમારા છે એટલા મારા છે અને બધાના છે.

Popular posts from this blog

પાંચ મહાભૂતનાં તત્વો

મારે થોડું રડવું છે

આજનો આદિમાનવ