ધારુ તો હાલ છોડી દઉં

માણસને ક્યારે આ વ્યસને ઘેરી લીધો તેને ખબર નથી. સામાન્ય માણસને પહેલા તો ખૂબ મજા આવે છે જ્યારે વ્યસન કરવાથી થોડા ઘેનમાં રહેવાય છે, મીઠી મીઠી ઊંઘ આવતી હોય તેમ. આ વ્યસન તમારી ઊંઘ ઉડાડીદે છે જ્યારે સામાન્ય રહેવા માટે વ્યસન કરવાની જરૂર પડે છે.

હા. સાચી વાત છે. પહેલા તો સામાન્ય માણસ વ્યસન કરીને નશાની ફાલતુ દુનિયામાં મસ્ત હોવાનો ડોળ કરે છે. પછી એક સમય એવો આવે છે જ્યારે, વ્યસન ન કરવાથી તે નશામાં રહે છે. હવે પ્રક્રિયા ઉંધી છે. જો વ્યસન શરીરમાં ના જાય તો તેને ઊંઘ આવતી હોય તેમ લાગ્યા કરે છે, જુઓ હવે આ સામાન્ય સ્થિતિમાં આવવા માટે વ્યસનનો સહારો લે છે. 

તો પહેલા તમે સામાન્ય સ્થિતિમાં તો હતા. શું ફાયદો થયો આ વ્યસન થી. 

વ્યસની માણસને વ્યસન છોડવાની સલાહ આપવી તે યોગ્ય નથી, કારણ તે એમ હંમેશા કહ્યા કરતો હોય છે કે " ના ભાઈ ના આતો વ્યસન નથી, ધારુ તો હાલ છોડી દઉં"  - એ હાલ ને કાલ ક્યારે આવશે તે આપણને ખબર નથી, પણ તે મનમાં ધારીને બેઠો હોય છે કે, લોકોતો બોલ્યા કરે, આપડે ભઈ જે કરવું હોય તે કરવાનું.

Comments

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…

અજાણતા...