Posts

Showing posts from February, 2011

પાંચ મહાભૂતનાં તત્વો

પાંચ મહાભૂત (1) આકાશ (2) વાયુ (3) અગ્નિ (4) જળ (5) પૃથ્વી
આ પાંચ મહાભૂત વિશે આપણે સૌ જાણીએ છીએ પણ તેમના પાંચ-પાંચ તત્વો વિશે ક્યારેક જ જાણવા મળતું હોય છે. આ શરીર ને સમજવા માટે તેના તત્વોનું જ્ઞાન આવશ્યક છે. આપણા શરીરમાં કઠણ ભાગ છે તે પૃથ્વીનો છે, અને દ્રવીભૂત જેટલો ભાગ છે તે જળનો છે, જેટલો ઉષ્ણ ભાગ છે તે અગ્નિ છે, ચાલવું-હલવું વાયુથી થાય છે માટે તે ક્રિયામાન વાયુનો ભાગ છે, અને શરીરમાં પોલાણ છે તે આકાશનો ભાગ છે. 
પાંચ મહાભૂતનાં તત્વો

આકાશનાં 1) કામ  2) ક્રોધ 3) શોક 4) મોહ 5) ભય
વાયુનાં 1) ચલન 2) વલન 3) ધાવન 4) પ્રસારણ 5) આકુંચન
અગ્નિનાં 1) ક્ષુધા 2) તૃષા 3) આલસ્ય 4) નિદ્રા 5) કાંતિ
જળનાં 1) શુક્ર 2) શોણિત 3) લાલા 4) મૂત્ર 5) સ્વેદ
પૃથ્વીનાં 1) અસ્થિ 2) માંસ 3) ત્વચા 4) નાડી 5) રોમ

ભગવાનને માણસ કહેતાં

મેં જોયા છે માણસો, ભગવાનની પણ ઈર્ષ્યા કરતાં
મેં જોયા છે માણસો, ઈશ્વરને માણસ કહેતાં

મેં જોયા છે માણસો, પ્રભુભક્તને પાગલ કહેતાં
મેં જોયા છે માણસો, પાગલની વાહવાહી કરતાં

મેં જોયા છે માણસો, માંગીને મહેફિલ કરતાં
મેં જોયા છે માણસો, મહેફિલને મસળી નાખતાં

મેં જોયા છે માણસો, દુનિયાને ગાંડી કહેતાં
મેં જોયા છે માણસો, ગાંડાને મસ્તરામ કહેતાં

મેં જોયા છે માણસો, સ્વાર્થને સંબંધ કહેતાં
મેં જોયા છે માણસો, સંબંધથી સ્વાર્થ સાધતાં

મેં જોયા છે માણસો, પરિસ્થિતિને પારખી લેતાં
મેં જોયા છે માણસો, પારખી છતાં સહી લેતાં

મેં જોયા છે માણસો, અન્ન માટે તડપતાં
મેં જોયા છે માણસો, તડપતાંથી અન્ન છીનતાં

મેં જોયા છે માણસો, મરી ને જીવી જતાં
મેં જોયા છે માણસો, જીવતે જીવત મરી જતાં

મેં જોયા છે માણસો, તોફાનમાં ખેડી જતાં
મેં જોયા છે માણસો, ખેડ્યા પછી ફસાઈ જતાં

મેં જોયા છે માણસો, બીજાઓેને દોષ દેતાં
મેં જોયા છે માણસો, દોષોની દોસ્તી કરતાં

મેં જોયા છે માણસો, પળ વારમાં ગુસ્સો કરતાં
મેં જોયા છે માણસો, ગુસ્સાને વશમાં કરતાં

મેં જોયા છે માણસો, જીવનને યાદ કરતાં
મેં જોયા છે માણસો, યાદ સાથે જીવન જીવતાં

મેં જોયા છે માણસો, મહત્વાકાંક્ષાના શિખર…

ઓહ....

શાન્ત નદીના કિનારે બેસીને રેતાળ ધરતીને નિહાળતા રહ્યાં અને સામેથી ધસમસ તો પાણીનો પ્રવાહ આવતો જોયા કર્યો. ક્યારે મારી ઉપર થઈને પાણી જતુ રહ્યું મને ખબર નથી. પલળેલા શરીર સાથે વિચારતો રહ્યો અને ભીની થઈ ગયેલી એ રેતીને હું ફરી જોવા લાગ્યો. પણ ફરક હતો એ રેતીમાં, બદલાઈ ગઈ એની ભાષા અને રૂપ, કદાચ એ નવી હતી આ ધરતી પર. એક ગુણ ઉમેરાયો હતો, ભીની ભીની સુગંધ આવતી હતી હવે એના માંથી. પણ હું કોઈની સાથે બેઠો હતો એ ક્યાં છે? કોણ હતું એ? કે મારો ભ્રમ. એકાન્ત છવાઈ ગયો હતો ચારો તરફ. કોઈ જીવ આસપાસ હતો નહીં. મેં ઊભા થવાનો પ્રયત્ન કર્યો, મારાથી ઉઠાયું નહીં. હું હલી શકતો ન હતો. જાણે મારું શરીર મારાથી છીનવાઈ ગયું હોય તેમ. મેં હાથ - પગ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ મારાથી કાંઈ બન્યું નહીં. મેં આમ - તેમ જોવા માટે ગરદન હલાવવાનો પ્રયત્ન કર્યો પણ હું અક્ષમ હતો. આ શું થઈ રહ્યું છે મને કાંઈ ખબર ન પડી. હવે હું એ રેતાળ ધરતીની ઉપર જાણે પક્ષીની જેમ ઊડી રહ્યો હતો... આ અનુભવ હું પહેલીવાર કરી રહ્યો હતો. હું દૂર દૂર ઉપરને ઉપર જતો હતો. ધરતી જાણે, રમકડા ના દડા જેટલી થઈ ગઈ. ઓહ....

મને કહેશે કોણ?

એકલાં અટૂલાં પડી ગયા પછી ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન કર્યો. વરસાદની રાત હતી અને વાતાવરણ ભેજ થી ભરપૂર, ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. કૂતરાઓ આમ-તેમ ફરી રહ્યા હતા. તમામ રસ્તા તથા આસ-પાસ નું બધું જ પાણી પાણી થઈ ગયુ હતું. વરસાદ થંભી તો ગયો હતો પણ વાતાવરણમાં થી તેનો અનુભવ ગયો ન હતો. લીમડાના પલળી ગયેલા પત્તાઓ પરથી પાણીના ટીંપા પડી રહ્યા હતા. ઊપર જોયું ત્યાંતો એક ટીંપુ મારા ગાલ પર આવીને ટપ દઈ અડ્યું અને લસરીને મારા ગળા સુધી આવી ગયું. મને ઝાડ પર કોઈ હોવાનો આભાસ થયો. મેં ફરી એક વાર ધ્યાન કેન્દ્રિત કર્યું, ત્યાં મને કોઈ દેખાયું નહીં. હું ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. હજી તો આઠ દસ પગલા માંડ ચાલ્યો હોઈશ ત્યાં પાછળથી સૂનકાર રસ્તા પર કોઈ આવીને મને બૂમ મારે છે. એ ...... કોણ છે.... મેં પાછળ જોવાની હિંમત ના કરી હું આગળ વધતો ગયો. તે માણસ હતો.... મારી પાસે આવી ને કહ્યું જવાબ કેમ નથી આપતો લ્યા. મોં માં મગ ભર્યા છે. મેં કહ્યું બસ હું બોલવા જ જતો હતો ને તમે મારી પાસે આવી ગયા. આટલો બધો ગભરાયેલો કેમ છે. પેલા ભાઈએ મને પૂછ્યું. મેં કહ્યું... કાંઈ નહીં. શું વાત કરો છો, હું ક્યાં ગભરાયેલો છું. પેલા એ કહ્યું સારુ... સા…

ગૂંગળામણ

દૂરથી કંઈક અવાજ આવી રહ્યો છે.... બહુ ચિત્ર - વિચિત્ર પ્રકારના અવાજ આવી રહ્યા છે. જાણે કોઈ રંગમંચ પરથી પાત્રોની ચીસો સંભળાઈ રહી છે... મારા કાન હવે એ વધારે સાફ સાંભળી રહ્યા છે.... હવે મને પહેલા સંભળાયેલા અને અત્યારે ચાલી રહેલા અવાજ એક સાથે સંભળાઈ રહ્યા છે. આ તીવ્ર પખાજ કોણ વગાડી રહ્યું છે આ પંખાના પાંખીયામાંથી નીકળી રહેલા અવાજ વચ્ચેથી આ હવામાં શેની તીવ્ર ગંધ આવી રહી છે. આ અંધારું કેમ છે. ક્યાં ગયા આ દુનિયાના બધા લોકો બધું શાંત શાંત કેમ લાગે છે ક્યાં ગયા એ બધા અવાજ... ક્યાં ગયા એ રંગમંચના પાત્રો આ સ્ટેજ કેમ ખાલી છે. એ પડ્છંદ અવાજ વાળા લોકો અને ભૂંગળો વગાડનારા લોકો ક્યાં સૂઈ ગયા. મારે ફરી એકવાર એ અવાજ સાંભળવા છે..... આટલી શાંતિમાં મને ગૂંગળામણ થાય છે.

નવા યુગના નવા લોકો

યુગ બદલાઈ રહ્યો છે. હા હવે નો યુગ નવા વિચારો સાથે નવા લોકોને લઈને આવી રહ્યો છે. આજ થી વીસ વર્ષ પછી ના લોકો સાથે જીવવા માટે ની તૈયારી કરી લેવી જોઈએ આપણે બધાએ કારણ, વીસ વર્ષ પછી ના યુગના પાયા નંખાઈ ગયા છે. હા દેખાય છે ને મને એ પાયા ના મૂળિયા આજ ના માનવી ના ઊંડાણમાં છે. તમારે પણ જો એ મૂળિયા જોવા હોય તો જોઈ શકાય પણ અનુભવ ની આંખથી. કેવા હશે એ લોકો જેની માનસિકતા આજના સમાજ પર થી પણ આંકી શકાય તેમ છે. ક્યારેય વિચારવા ના ઊભો રહેતો આ માણસ, આડે ધડ જે પહેલો વિચાર આવે તે કરવા ટેવાઈ ગયો છે. સારી વાત છે કે ખરાબ તે કહી શકાય તેમ નથી. જ્યારે પોતાને ફાયદો થાય ત્યારે તે સારી વાત છે પણ જ્યારે પોતાને નુક્શાન થાય ત્યારે તે ખરાબ વાત છે, તેમજ જ્યારે બીજાને નુક્શાન થાય ત્યારે, મને ખબર ન હતી હોં. અને જ્યારે બીજાને ફાયદો થાય ત્યારે.....
વિચાર કરવો જ પડશે આપણે બધાએ આજે નહીં તો કાલે જો એક - બીજા પર આવો આક્રોશ રાખશો તો દુનિયા ક્યાં જઈ ને અડકશે તેની ખબર છે?  મને પણ નથી. કોઈનેય ખબર નથી કે કાલનો યુગ કેવો આવી રહ્યો છે. આવનારા યુગમાં માણસને માણસની જરૂર પડવાની છે. ક્યારેક એવું ન થાય કે તમારી પાસે જે હોય તેની સાથે તમે વાત ન…

બંધ કરો

નવાઈ પમાડે તેવા વર્તન કરતા હોય છે આ દુનિયાના લોકો. મેં ઘણી વાર ઘણા ટ્રાફિક પોલીસ ને રસ્તા પર ચાલુ ડ્યુટીએ ફોન પર વાત કરતા જોયા છે. જ્યારે કોઈ પણ ચાલક ને પકડે એટલે એ કોઈને ને કોઈને મોબાઈલ ફોન વડે ફોન લગાવીને પેલા પોલીસને પકડાવી દે. એ પણ પાછા વાત કરે જાણે કોઈ મોટા સાહેબ સાથે વાત કરતા હોય તેમ. શા માટે ? શા માટે તમારે કોઈના ફોન પર કોઈની સાથે વાત કરવાની જરૂર પડે છે. જો ચાલક નિયમોનું ઉલંઘન કરતો હોય તો તેને દંડ કરો અને પાવતી આપી વાત પતાવો. એક તો ફોન પર વાત કરવાની પાછો એને નિયમનું ઉલંઘન કર્યા છતાં જવા દેવાનો અને પાછું એ સમય દરમિયાન ટ્રાફિકનું જે થવું હોય તે થાય.

બંધ કરી દેવી જોઈએ પોલીસે આ ફોન પર વાત કરવાની પ્રથાને.

અને બીજી એક નવાઈની વાત એ છે કે લોકો પણ જાણે ટ્રાફિક પોલીસને એમને સરનામું બતાવવા માટે ઉભા રાખ્યા હોય એમ એમને જઈને પૂછશે સાહેબ આ ક્યાં આવ્યું અને પોલીસ જવાબ પણ આપશે. શું અલ્યા દુનિયામાં બીજા માણસો મરી ગયા છે. એમને એમનું કામ કરવાદો ને ભાઈ.

બંધ કરો આ રીતે પોલીસને એડ્રેસ પૂછવાની પ્રથાને.

વિશ્વાસ રાખી તો જુઓ

એક બીજાની ક્ષમતા પર ઈર્ષ્યા કર્યાં કરતાં પોતાને જે જ્ઞાન છે તે અને બીજાનું જ્ઞાન ભેગું કરી કંઈ નવું સર્જન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આજના સમયમાં અહીં એવા કાર્યાલય છે જ્યાં એકથી વધારે કલાકાર મિત્રો કામ કરી રહ્યા છે પણ એક બીજાને મદદ કરવાના બદલે ઈર્ષ્યામાં જીવન પસાર કરી રહ્યાં છે. પોતે જે કરે તેનો યશ પોતાને મળે તેની ઇચ્છામાં જે શીખવા કે જ્યાં કામ કરી રહ્યા છે તે કંપનીના હિતની વાત વિચારવાનું ભૂલી ગયા છે.

સાથે કામ કરવાનો અર્થ સમજવાની જરૂર છે આવા લોકોને અને સાથે કામ કરતાં દરેક મિત્રોને કે સહ કાર્યકર ની કાર્ય કુશળતા પર વિશ્વાસ કરવાની જરૂર છે.

ભોળા કે ગાંડા

સમય પસાર કરવાની કલા આજ ના સમયમાં દરેક માણસને આવડે છે. પોતે કંઈક કરી રહ્યો છે તેમ સાબિત કરવા બીજાઓને હેરાન કરતા માણસો મેં જોયા છે.
દિવસ દરમિયાન કંઈ પણ કર્યા વગર ખૂબજ કામ કર્યા નો આનંદ માણવો એ પણ એક કલા છે અને લોકોના કરેલા કામ ની ક્રેડિટ પોતે લઈ લેવી એ આજના લોકોની ટેવ છે. કાચા પોચા માણસો આવા લોકોનો શિકાર બનતા હોય છે. દિવસ દરમિયાન કાર્યાલય માં થનારા કામ પર પોતાના નામનો સિક્કો મારી દેવાની કપટ વૃત્તિ ધરાવતા લોકો ડગલે ને પગલે મળી રહ્યા છે. 
આ જાણવાની જરૂર છે આજ ના ભોળા (ગાંડા) લોકોને. મરચાં લાગે તો લાગે, કંઈ ખોટું નથી કહ્યું. જાણ્યા પછી તેને રોકવાની જરૂર છે. ચતુરાઈ એ જ છે કે આવા લોકો થી દૂર રહો. કોઈ પણ કાર્યમાં આ લોકોની મદદ લેવાનું ટાળો.  જો તેઓ તમને લંચ માટે આમંત્રણ આપે તો તે પણ ટાળો. આ દુનિયામાં કોઈ મફતમાં કોઈના માટે કંઈ કરે તે વાત માનવામાં આવતી નથી.