Posts

Showing posts from March, 2014

આજે 10,001

Image
ફાલતુ વાત ના આજે 10,001 pageviews પૂરા થયાનો આનંદ છે. આપ સૌ વાચક મિત્રો નો આભાર. Stats by #Blogger

કેટલા ભેગાં થયા?

સવાલ ખૂબ જ અઘરો છે. જવાબ કોઈ આપી શકે તેમ નથી. ગીતામાં લખ્યું છે... શું લઈ ને આવ્યા હતા, શું લઈ ને તમે જવા ના છો? તો પછી આટલી મોટી દોડ શેની છે? જે લોકોને તમે બતાવવા માટે પોતાને બદલી રહ્યા છો, તે તમને શું આપી દેવાના છે? જીવન જીવવાનું ભૂલ્યા વગર જે કંઈ ભેગું થાય તે કરવાની કળા દરેકને શીખવાની જરૂર છે. ઘણા લોકો એમ કરતા હોય છે ઘણા લોકો કરવા ઇચ્છતા હોય છે. કારણ કે આપણો જન્મ પૈસા કમાવા માટે નથી થયો. ઘણા લોકો ફક્ત હરીફાઈ કરવા જ જન્મ્યા હોય છે. બધા કમાઈ ગયા ને હું રહી ગયો. એ પહોંચી ગયો ને મારાથી ના થયું. અરે.... કોણ ક્યાં પહોંચ્યું એ તમારે ચિંતા કરવાની જરૂર નથી, જો તમે અંબાણી કે ટાટા ના બની શકવાના હોવ તો, ફક્ત પોતાનાથી જેટલો આ જીવનનો આનંદ લૂટાય તેટલો લૂંટી લેવાનો અભિગમ રાખવાની જરૂર છે. બારોટ છું એટલે હું સલાહ આપી શકું કે, આ શરીર એક અન્નમય કોષ છે તેને જ્યાં સુધી શક્તિ મળી રહેશે ત્યાં સુધી તે ચાલ્યા કરશે. તો.... તમારે, જીવો ત્યાં સુધી આ અન્નમય કોષ ને પોષવા માટે કેટલા રૂપિયા જોઈએ? કેટલા ભેગાં થયા? એમ નહીં...... વિચારો કે, કેટલા ભેગાં લઈ ગયા? વધુ ફાલતુ વાત માટે, વાંચતા રહો, મળતા રહો.. ફાલતુવાત.બ્