Posts

Showing posts from March, 2011

બહાના નો એક પ્રકાર

કામમાં પરોવાયેલા માણસોને ઊંચુ જોવાનો કે આસ પાસ જોવાનો સમય હોતો નથી. આટલા દિવસો સુધી હું કંઈ પણ લખી ના શક્યો તેનું મને દુઃખ છે. પણ એ બહાનુ હોઈ શકે છે.

એ ધુમ્મસમાં અદ્રશ્ય થતા જોયા...

હજી સવાર થવાની બાકી હતી, લોકોનું ટોળું ગામ બહાર જઈ રહ્યું હતું. બે ભેંસો અને પાંચ ગાયો સાથે હતા. નાના બાળક ને કેડમાં તેડીને તેની મા જઈ રહી હતી. ત્રણ બીજી સ્ત્રીઓ હતી અને પાંચ પુરુષ હતાં. આ લોકોનો સામાન પણ પોતાની સાથે હતો. આ લોકો કોણ છે તેની મને હજી સુધી ખબર ન હતી. ગાયોની ડોકમાં બાંધેલી ઘંટડીઓ અવાજ કરી રહી હતી. વાતાવરણમાં ધુમ્મસ હતું. શ્વાચ્છોશ્વાસ દરમિયાન આ ધુમ્મસના કારણે નાક માંથી જાણે ધૂ્માડા નીકળતા હોય તેમ લાગતું હતું. પાછળ એક કૂતરું જાણે કંઈ કહેવા માટે એમની પાછળ જતુ હોય તેમ લાગતું હતું. સ્ત્રીઓએ કાળા અને પુરૂષોએ ધોળા કપડાં પહેર્યા હતાં. ખભે કાંબળી હતી અને હાથમાં લાકડી માથે સાફો હતો અને મુછો દાઢી વાળા આ પડછંદ પુરુષો ખોંખારો ખાઈને આગળ વધી રહ્યા હતાં. કાંટાની વાડે વાડે ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતાં તે સમયે પગરખાં થી આછી આછી ધૂડ ઊડી રહી હતી. એક સસલું તેમની આગળથી પસાર થઈ ગયું. ટોળા માંના એક સભ્યએ પાછળ વળીને જોયું. નીચું માથુ કરી એક શ્વાસ ભરીને આગળ વધ્યા. બાજુ વાળા માણસે તેમના ખભે હાથ મુકી માથુ હલાવી કંઈ કહ્યું... હોઠ બીડેલા હતા અને આંખો ઝીણી, કપાળ પર સહેજ કરચોલી આવી અને ભમ્મરો ઊંચી થઈ...

લાંબા આયુષ્ય નું રહસ્ય

આજ ના ભાગ-દોડ વાળા જીવનમાં લોકો સત્સંગનું મહત્વ ભૂલી રહ્યા છે. જ્યારે પહેલાના લોકો સત્સંગી હતા. સત્સંગનું મહત્વ સમજવા વાળો માણસ ક્યારેય દુઃખી હોઈ ન શકે. સારા વિચારો હોવા અને મેળવવાનો તફાવત બહુ મોટો છે. તમારા વિચારોને સત્સંગ રૂપી ભઠ્ઠીમાં તપાવીને તેને કુંદન જેવો કરી શકાય છે. તે સારી આદત આજ-કાલ ભુલાઈ રહી છે. અત્યારના સમયમાં સત્સંગ અથવા ડાયરો કે ચોરો ભરીને બેસનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. તે ફરી એકવાર સમાજમાં લાવવાની જરૂર છે. વળી માણસ શ્વાસ લેવા માં પણ કંજૂસાઈ કરે છે. ક્યારેય તે ઊંડા શ્વાસ લેતો નથી. માણસ શ્વાસ લેવા માં પણ ઉતાવળ કર્યા કરે છે. અરે લાંબો શ્વાસ એ લાંબુ જીવન છે, અડધો શ્વાસ એ અડધું જીવન છે. કદાચ એટલે જ હવે 50 - 60 વર્ષે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે. આ વાત જરા ટૂંકાણમાં પતાવું. મિત્રો સાથે સત્સંગ અને કાળજી પૂર્વક લાંબો શ્વાસ લેવો જોઈએ. લાંબો શ્વાસ લાંબા આયુષ્ય તરફનું પહેલું પગથિયું છે, એમ હું માનુ છું.