વાસ્તવિકતા

માણસ પાસે પોતાને છેતરવાની ખૂબ સુંદર કળા હોય છે. હંમેશા હર પળ માણસ પોતાને છેતરતો આવ્યો છે. અને છેતર્યા કરે છે. વાસ્તવિક્તામાં જીવવાની આદત ન હોવાથી આમ કરતો હશે કદાચ. 

વાસ્તવિકતા એ તમારા પહોંચમાં આવતી તમામ બાબતો છે. પહોંચ બહારની કલ્પના ને સ્વપ્ન કહેવાય છે. સ્વપ્ન સાકાર તથા જોયા છે, પણ તેના માટે પ્રયત્ન કરતો માણસ વાસ્તવિક જીવનને ભૂલી રહ્યો છે અને પછીથી મળનારા પરિણામના દિવાસ્વપ્નમાં આજથી રાચ્યા કરે છે. સમજવામાં જો મુશ્કેલી હોય તો સરળ કરી આપુ. ધારોકે કોઈ નેતા ચૂંટણી લડવાનો હોય અને હજી પરિણામને એક મહિનાની વાર હોય છતાં જે સ્વપ્નમાં તે રાચે તેમ. સમજુ નેતાઓ તેમ કરતા નથી એજ રીતે આપણે પણ વાસ્તવિક્તાને સ્વીકારી આજને અને આ પળને સારામાં સારી રીતે જીવતા શીખવાની જરૂર છે.

Comments

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…

અજાણતા...