તારું છાણ ને મારુ દૂધ


બે મિત્રો હતા. વેપાર કરવાનો બહુ શોખ. પણ ગજવામાં પૈસા નહી. તો શું કરવું એ વિચાર કરવા બેઠા. બેઠા બેઠા એક મિત્ર બોલ્યો. - એ લાલિયા એક કામ કરીએ આપણે ગાય લઈ આવીએ. -
લાલિયો બોલ્યો - પણ બકલા તને ખબર છે ગાય કેટલા રૂપિયાની આવે છે.
બકલો - પચ્ચીસ હજારની આવે છે બોલ.
લાલિયો - પણ મારી પાસે તો દસ હજાર જ છે.
બકલો - મારી પાસે પંદર છે.
બંન્ને સાથે - ચાલો તો પછી ગોવાળિયા બની જઈએ. ડેરીનો ધંધો કરીએ

આમ વિચાર કરતાં કરતાં બકલાના મનમાં લાલચ જાગી. પણ લાલિયા હું તો પંદર હજાર રોકું છું અને તુ દસ તો મારો ભાગ કેટલો અને તારો કેટલો. બકલો મુંજાઈ ગયો. વાત તો સાચી છે... સાલુ અઘરું છે. મને તો 100 માં થી ટકા કાઢતાં આવડે આ 10 અને 15 માંથી ટકા કેવી રીતે કાઢવાના.. બંન્ને એક સાધુ પાસે ગયા.

પ્રભુ અમને મારગ ચીંધો. અમે ફસાઈ ગયા છીએ... હં. .. હં... હં... બોલો શું સમસ્યા છે.

બકલો - મહારાજ હું ગાય લેવા પંદર હજાર કાઢુ છું
લાલિયો - અને હું દસ હજાર
બંન્ને સાથે - તો હવે અમારે આવક માંથી ભાગ કેવી રીતે પાડવા.
મહારાજ - વિચારવા દો... હં.... હં..... હં....

થોડીવાર પછી

મહારાજ - એક કામ કરો બકલા તું પૈસા ઓછા આપે છે એટલે તારે ગાયનું છાણ લઈ જવાનું અને લાલિયા તારે દૂધ.... તમારે બંન્ને એ છાણ અને દૂધ વેચી જે પૈસા આવે તે લઈ લેવાના. બોલો છે મંજૂર.

બકલો - હા . હા . મને મંજૂર છે.
લાલિયો - મહારાજ મારી સાથે અન્યાય થાય છે.
મહારાજ - એક મહિના પછી મારી પાસે પાછાં આવજો.

એક મહિનો ક્યાં વિતી ગયો કંઈ ખબર ના પડી.

બકલો - મહારાજ મહારાજ બચાઓ બચાઓ.
મહારાજ - શું થયું.
બકલો - મહારાજ મારે છાણ લેવું છે. મને દૂધ નો ધંધો ખોટનો લાગે છે.
લાલિયો મલકાતો મલકાતો પાછળ આવતો હતો.

એમાં થયું તું એવું કે બકલો - ગાય દોવે ને દૂધ વેચવા જાય ક્યારેક દૂધ વેચાય ને ક્યારેક બગડી જાય. પણ લાલિયાને એવી કોઈ ચિંતા હતી નહીં. એ તો મજાથી ઉંઘે ને છાણા વેચવા જાય છાણાં ના વેચાય તો બીજા દિવસે વેચાય. છાણાં બગડવાનો કોઈ ભય હતો નહી. એટલે લાલિયો વધારે કમાણી કરતો હતો. હવે બકલાને છાણ જોઈએ.

મહારાજ સમજી ગયા કે આ શું કહેવા માગે છે. એમણે બકલાનું દૂધ લાલિયાને અને લાલિયાનું છાણ બકલાને આપી કહ્યું એક મહિના પછી મળજો. એક મહિનો વીત્યા પછી બંન્ને જણ પાછા મહારાજને મળવા આવી રહ્યા છે.

બકલો - મહારાજ મહારાજ મહારાજ બચાઓ બચાઓ બચાઓ. મારે નથી જોયતું આ છાણ આતો બહુ ગંધાય છે અને પૈસા પણ ઓછા મળે છે.

આવા બકલાઓ ઘણા છે આ જીવનમાં એમને કંઈ પણ આપો સદાય રડતા ને રડતા જ રહે. એમને દરેક મહેનત ના કામમાં નુક્શાન થતું જ લાગે. ચાહે દૂધ આપો કે છાણ એ ખોટના જ ધંધા કરે. મારું છાણ ને તારું દૂધ કહો કે તારું છાણ ને મારૂ દૂધ કહો. મહેનત વગર નાણાં મળે તો મને પણ કહેજો.

Popular posts from this blog

મારે થોડું રડવું છે

આજનો આદિમાનવ

કંગાળ કોણ?