ઓહ....

શાન્ત નદીના કિનારે બેસીને રેતાળ ધરતીને નિહાળતા રહ્યાં અને સામેથી ધસમસ તો પાણીનો પ્રવાહ આવતો જોયા કર્યો. ક્યારે મારી ઉપર થઈને પાણી જતુ રહ્યું મને ખબર નથી. પલળેલા શરીર સાથે વિચારતો રહ્યો અને ભીની થઈ ગયેલી એ રેતીને હું ફરી જોવા લાગ્યો. પણ ફરક હતો એ રેતીમાં, બદલાઈ ગઈ એની ભાષા અને રૂપ, કદાચ એ નવી હતી આ ધરતી પર. એક ગુણ ઉમેરાયો હતો, ભીની ભીની સુગંધ આવતી હતી હવે એના માંથી. પણ હું કોઈની સાથે બેઠો હતો એ ક્યાં છે? કોણ હતું એ? કે મારો ભ્રમ. એકાન્ત છવાઈ ગયો હતો ચારો તરફ. કોઈ જીવ આસપાસ હતો નહીં. મેં ઊભા થવાનો પ્રયત્ન કર્યો, મારાથી ઉઠાયું નહીં. હું હલી શકતો ન હતો. જાણે મારું શરીર મારાથી છીનવાઈ ગયું હોય તેમ. મેં હાથ - પગ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ મારાથી કાંઈ બન્યું નહીં. મેં આમ - તેમ જોવા માટે ગરદન હલાવવાનો પ્રયત્ન કર્યો પણ હું અક્ષમ હતો. આ શું થઈ રહ્યું છે મને કાંઈ ખબર ન પડી. હવે હું એ રેતાળ ધરતીની ઉપર જાણે પક્ષીની જેમ ઊડી રહ્યો હતો... આ અનુભવ હું પહેલીવાર કરી રહ્યો હતો. હું દૂર દૂર ઉપરને ઉપર જતો હતો. ધરતી જાણે, રમકડા ના દડા જેટલી થઈ ગઈ. ઓહ....

Comments

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…

અજાણતા...