નવા યુગના નવા લોકો

યુગ બદલાઈ રહ્યો છે. હા હવે નો યુગ નવા વિચારો સાથે નવા લોકોને લઈને આવી રહ્યો છે. આજ થી વીસ વર્ષ પછી ના લોકો સાથે જીવવા માટે ની તૈયારી કરી લેવી જોઈએ આપણે બધાએ કારણ, વીસ વર્ષ પછી ના યુગના પાયા નંખાઈ ગયા છે. હા દેખાય છે ને મને એ પાયા ના મૂળિયા આજ ના માનવી ના ઊંડાણમાં છે. તમારે પણ જો એ મૂળિયા જોવા હોય તો જોઈ શકાય પણ અનુભવ ની આંખથી. કેવા હશે એ લોકો જેની માનસિકતા આજના સમાજ પર થી પણ આંકી શકાય તેમ છે. ક્યારેય વિચારવા ના ઊભો રહેતો આ માણસ, આડે ધડ જે પહેલો વિચાર આવે તે કરવા ટેવાઈ ગયો છે. સારી વાત છે કે ખરાબ તે કહી શકાય તેમ નથી. જ્યારે પોતાને ફાયદો થાય ત્યારે તે સારી વાત છે પણ જ્યારે પોતાને નુક્શાન થાય ત્યારે તે ખરાબ વાત છે, તેમજ જ્યારે બીજાને નુક્શાન થાય ત્યારે, મને ખબર ન હતી હોં. અને જ્યારે બીજાને ફાયદો થાય ત્યારે.....

વિચાર કરવો જ પડશે આપણે બધાએ આજે નહીં તો કાલે જો એક - બીજા પર આવો આક્રોશ રાખશો તો દુનિયા ક્યાં જઈ ને અડકશે તેની ખબર છે?  મને પણ નથી. કોઈનેય ખબર નથી કે કાલનો યુગ કેવો આવી રહ્યો છે. આવનારા યુગમાં માણસને માણસની જરૂર પડવાની છે. ક્યારેક એવું ન થાય કે તમારી પાસે જે હોય તેની સાથે તમે વાત ન કરી શકો કે પછી એમ પણ કહી શકાય કે મેળવેલી સિદ્ધિ અને ધન સાથે ક્યારેય કોઈ વાત કરી શકે નહીં. માણસ જોઈએ એક નાનકડી હૂંફ માટે. શું લઈ જાય છે એ લોકો જેના ખભે હાથ મૂકી તમે એક વાર કહી દો કે સૌ સારા વાંનાં થશે ભાઈ. એનો આત્મા જે સાંભળવા માંગતો હોય તે કહી દેવામાં શું વાંધો હોય? આપણે કહેલા એક વાક્યના સહારે જો કોઈ હાશ અનુભવે તો તેના કરતાં આપણને વધારે આનંદ થતો હોય છે. આ લાગણી ને સમજવા માટે અનુભવ કરવો પડે છે. ક્યારેક એવો યુગ આવશે, જ્યારે લાગણી અને હૈયાની વાતો કરનારા માણસો નો દુકાળ પડશે. પૈસા પાછળ ભાગી રહેલા માણસો શું ભૂલી ગયા છે કે જ્યારે મૃત્યુ આવશે ત્યારે આ તમામ સાંસારિક ચીજ વસ્તુઓ અહીં મુકીને જવાનું છે. કે પછી તમારે લઈને જવાનું છે? જો એમ થાય તો મને પણ કહેજો. 

મશીનો સાથે વાત કરી રહેલા આજના માનવીઓ બેઠા હોય છે એક - બીજા સાથે અને વાત કરતા હોય છે ત્રીજા - ચોથા સાથે મશીનોથી..... જો તમને આવનારા યુગના પાયા આમાં ક્યાંય પણ દેખાય તો ટિપ્પણી કરવાનું ચૂકશો નહીં. તમને પણ ઘણા અનુભવ થતા હશે. માણસને માણસ થઈને રહેવામાં વાંધો છે. ક્ષણ માં જો મારો સ્વાર્થ પતી જાય તો કોઈ બે ક્ષણ કોઈની સાથે ઊભા રહેવા તૈયાર નથી. હરીફાઈ નો યુગ ચાલી રહ્યો છે અત્યારે હરીફાઈ કરી રહ્યા છે લોકો કોણ પહેલા મરે. સમજ ફેર થાય તો ફરી સમજાવું હરીફાઈ ચાલી રહી છે લોકોની લોકો વચ્ચે એક માણસ રાહ જોઈ રહ્યો છે બીજાના મરવાની જરા ધ્યાનથી સમજી લેજો. કેમ એમ હશે મારે એના જીવન ના ભાગમાં થી મારો હિસ્સો જોઈએ છે. જો એ નહીં હોય તો હું એની જગ્યા લઈશ. હું આમ કરીશ મારે આમ કરવું છે, એને કેવું સારું છે ને મારે તો આખા ગામની તકલીફ. હે ભાઈ તને તકલીફ કોણે આપી? કોઈની પાસે થી તું ઉધાર તો નથી લાવ્યો ને? જરા ફરી ચકાસી જુઓ નવ્વાણું ટકા તમારી તકલીફ તમારી હોતી જ નથી. તમે લોકોની ઉધાર તકલીફો લઈને જીવી રહ્યા છો... હજી ફરી એક વાર સમજી લો, કોઈના કામ અથવા કોઈના માટે કરેલા કામનો બોજો જો તમારા પર હોય ત્યારે તકલીફ કે મુસીબતો માં સપડાયેલા માણસ ને વિચાર કરવાની જરૂર છે. શા માટે એ આમ કરી રહ્યો છે? 

ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, કાકા, કાકી, મામા, મામી, માસા, માસી, મિત્રો કોણ છે જે તમને એમના જીવના બે - ચાર વર્ષ આપે છે. કોઈ નહીં. આ સિવાયના પણ ઘણા સંબંધો છે જેમના માટે તમે તમારા જીવનના કિંમતી વર્ષો આપી દીધા પછી પણ જ્યારે એમની સામું જુઓ છો તો એ તમારી સાથે વાત કરવા તૈયાર નથી. ઘણા ડાહ્યાં અને ડોઢ ડાહ્યાં લોકો ને સમજ ફેર થાય તેવી આ વાત છે, તેમાં કોઈનો વિચાર ભેદ થાય તો ખોટું નથી. ઘણા લોકોને મેં હું ડાહ્યો કે હોશિયાર સમજીને જીવતા જોયા છે, તેમાં ખોટું કંઈ નથી તે માણસનો સ્વભાવ છે. જેઓ સમજી શકે છે તેઓ અને ફક્ત તેઓ જ આ સંસારમાંથી તરી જાય છે. 

વાત ફક્ત એટલી જ હતી કે તમે જો આજ થી જ મન બનાવી નહીં લો તો વીસ વર્ષને જતાં વાર લાગશે નહીં અને નાની નાની બાબતોમાં નવા યુગના નવા લોકો સાથે તકરાર પેદા થશે.

Popular posts from this blog

મારે થોડું રડવું છે

આજનો આદિમાનવ

કંગાળ કોણ?