ગૂંગળામણ

દૂરથી કંઈક અવાજ આવી રહ્યો છે.... બહુ ચિત્ર - વિચિત્ર પ્રકારના અવાજ આવી રહ્યા છે. જાણે કોઈ રંગમંચ પરથી પાત્રોની ચીસો સંભળાઈ રહી છે... મારા કાન હવે એ વધારે સાફ સાંભળી રહ્યા છે.... હવે મને પહેલા સંભળાયેલા અને અત્યારે ચાલી રહેલા અવાજ એક સાથે સંભળાઈ રહ્યા છે. આ તીવ્ર પખાજ કોણ વગાડી રહ્યું છે આ પંખાના પાંખીયામાંથી નીકળી રહેલા અવાજ વચ્ચેથી આ હવામાં શેની તીવ્ર ગંધ આવી રહી છે. આ અંધારું કેમ છે. ક્યાં ગયા આ દુનિયાના બધા લોકો બધું શાંત શાંત કેમ લાગે છે ક્યાં ગયા એ બધા અવાજ... ક્યાં ગયા એ રંગમંચના પાત્રો આ સ્ટેજ કેમ ખાલી છે. એ પડ્છંદ અવાજ વાળા લોકો અને ભૂંગળો વગાડનારા લોકો ક્યાં સૂઈ ગયા. મારે ફરી એકવાર એ અવાજ સાંભળવા છે..... આટલી શાંતિમાં મને ગૂંગળામણ થાય છે.

Popular posts from this blog

આજનો આદિમાનવ

મારે થોડું રડવું છે

કંગાળ કોણ?