પાંચ મહાભૂતનાં તત્વો

પાંચ મહાભૂત
(1) આકાશ (2) વાયુ (3) અગ્નિ (4) જળ (5) પૃથ્વી

આ પાંચ મહાભૂત વિશે આપણે સૌ જાણીએ છીએ પણ તેમના પાંચ-પાંચ તત્વો વિશે ક્યારેક જ જાણવા મળતું હોય છે. આ શરીર ને સમજવા માટે તેના તત્વોનું જ્ઞાન આવશ્યક છે. આપણા શરીરમાં કઠણ ભાગ છે તે પૃથ્વીનો છે, અને દ્રવીભૂત જેટલો ભાગ છે તે જળનો છે, જેટલો ઉષ્ણ ભાગ છે તે અગ્નિ છે, ચાલવું-હલવું વાયુથી થાય છે માટે તે ક્રિયામાન વાયુનો ભાગ છે, અને શરીરમાં પોલાણ છે તે આકાશનો ભાગ છે. 

પાંચ મહાભૂતનાં તત્વો

આકાશનાં
1) કામ 
2) ક્રોધ
3) શોક
4) મોહ
5) ભય

વાયુનાં
1) ચલન
2) વલન
3) ધાવન
4) પ્રસારણ
5) આકુંચન

અગ્નિનાં
1) ક્ષુધા
2) તૃષા
3) આલસ્ય
4) નિદ્રા
5) કાંતિ

જળનાં
1) શુક્ર
2) શોણિત
3) લાલા
4) મૂત્ર
5) સ્વેદ

પૃથ્વીનાં
1) અસ્થિ
2) માંસ
3) ત્વચા
4) નાડી
5) રોમ

Popular posts from this blog

મારે થોડું રડવું છે

આજનો આદિમાનવ