ભગવાનને માણસ કહેતાં

મેં જોયા છે માણસો, ભગવાનની પણ ઈર્ષ્યા કરતાં
મેં જોયા છે માણસો, ઈશ્વરને માણસ કહેતાં

મેં જોયા છે માણસો, પ્રભુભક્તને પાગલ કહેતાં
મેં જોયા છે માણસો, પાગલની વાહવાહી કરતાં

મેં જોયા છે માણસો, માંગીને મહેફિલ કરતાં
મેં જોયા છે માણસો, મહેફિલને મસળી નાખતાં

મેં જોયા છે માણસો, દુનિયાને ગાંડી કહેતાં
મેં જોયા છે માણસો, ગાંડાને મસ્તરામ કહેતાં

મેં જોયા છે માણસો, સ્વાર્થને સંબંધ કહેતાં
મેં જોયા છે માણસો, સંબંધથી સ્વાર્થ સાધતાં

મેં જોયા છે માણસો, પરિસ્થિતિને પારખી લેતાં
મેં જોયા છે માણસો, પારખી છતાં સહી લેતાં

મેં જોયા છે માણસો, અન્ન માટે તડપતાં
મેં જોયા છે માણસો, તડપતાંથી અન્ન છીનતાં

મેં જોયા છે માણસો, મરી ને જીવી જતાં
મેં જોયા છે માણસો, જીવતે જીવત મરી જતાં

મેં જોયા છે માણસો, તોફાનમાં ખેડી જતાં
મેં જોયા છે માણસો, ખેડ્યા પછી ફસાઈ જતાં

મેં જોયા છે માણસો, બીજાઓેને દોષ દેતાં
મેં જોયા છે માણસો, દોષોની દોસ્તી કરતાં

મેં જોયા છે માણસો, પળ વારમાં ગુસ્સો કરતાં
મેં જોયા છે માણસો, ગુસ્સાને વશમાં કરતાં

મેં જોયા છે માણસો, જીવનને યાદ કરતાં
મેં જોયા છે માણસો, યાદ સાથે જીવન જીવતાં

મેં જોયા છે માણસો, મહત્વાકાંક્ષાના શિખરો ખેડતાં
મેં જોયા છે માણસો, મહત્વાકાંક્ષાની ચિતા ચાંપતા

મેં જોયા છે માણસો, જીવન ભર ચૂપ રહેતાં
મેં જોયા છે માણસો, બોલી બોલીને મરી જતાં

મેં જોયા છે માણસો, કુટુંબ માટે દુનિયા ત્યાગતાં
મેં જોયા છે માણસો, દુનિયા માટે કુટુંબ ત્યાગતાં

મેં જોયા છે માણસો, ને મિત્રો બનતાં
મેં જોયા છે માણસો, મિત્રોને બનાવતાં

મેં જોયા છે માણસો, મૃત્યુને બોલાવતાં
મેં જોયા છે માણસો, મૃત્યુથી લડતાં

મેં જોયા છે માણસો, કળિયુગ છે કહતાં
મેં જોયા છે માણસો, પોતે કળિયુગ બનતાં

મેં જોયા છે માણસો, હિમ્મત હારી જતાં
મેં જોયા છે માણસો, હારીને હિમ્મત રાખતાં

મેં જોયા છે માણસો, ભગવાનને માણસ કહેતાં
મેં જોયા છે માણસો, માણસને ભગવાન કહેતાં

મેં જોયા નથી માણસો, ક્યારેય માણસ બનતાં

Comments

Post a Comment

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…

અજાણતા...