અમૂલ્ય ક્ષણો


એ દિવસો ક્યારેય આવશે નહીં. હું ક્યારેય એ ક્ષણોને ભૂલી શકીશ નહીં. મેં વિતાવેલા એ દિવસો મારા જીવનની અમૂલ્ય ક્ષણો માંથી હતા. એ કલાકો સુધી તળાવના પાણીમાં પડ્યા પડ્યા મિત્રો સાથે ગપાટા મારવા અને શંખ - પથ્થર ભેગા કરી જે ખુશી મળતી. આંબલી, આંબા, ટામેટાં, ટીકડી, ટેટાં, પપૈયાના ખેતર માં કલાકો ને કલાકો સુધી કોઈ જ જગતની ચિંતા કર્યા વગર બસ જીવ્યા કરવાનું મન થાય છે આજે પણ.

ખાલી પડેલા તળાવમાં કોદાળી લઈને ખજાનો શોધવા ઊંડો ખાડો કરવાનો. ખંડેરોમાં બીક લાગે છતાં ઊંડે ઊંડે દરેક ઓરડાઓમાં જઈ ને કંઈક જોવા કે જાણી લેવા માટે ના પ્રયત્નો. એ વડ પર આખી બપોર બેઠા રહેવા અને સૌથી ઉપર જઈને કોણ બેસે તેની હરીફાઈ કરવી. ટેટાં તોડી તેની ચટણી બનાવવી. દૂર દૂર રેલગાડી ના પાટે પાટે ચાલ્યા જવું. ક્યાં જશે આ પાટા તેની કાંઈ ખબર ના હોય. એ કેનાલ અને કુંડમાં ભૂસકા મારવાના અને જે બળદ ગાડું દેખાય તેના ઉપર બેસી દૂર દૂર સુધી જતા રહેવું.

શા માટે... શા માટે .... શા માટે આ દુનિયામાં હંમેશા એવું જીવન શક્ય નથી ?

Comments

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…