જિંદગીમેં જિંદગી ને ઘણા ખૂણે શાંત બેસીને જોઈ છે. ક્યારેય તે મને પૂછતી નથી કે, તું કેમ આમ શાન્ત બેસી મને જોયા કરે છે. તેને પણ કદાચ ખબર હશે કે આ સમયે આનો કોઈ ફાળો મારા કામમાં છે નહીં. આ....હ....

આ પળ ખૂબજ દુઃખદાયી હતા. ક્યારેક હું કંઈ બોલી ના શક્યો ક્યારેક મેં ભાગ ભજવવાનો પ્રયત્ન ન કર્યો ક્યારેક મને ચૂપ કરી દેવામાં આવ્યો.... ક્યારેક મને ચૂપ રહેવામાં સત્ય લાગ્યું. ત્રણ દાયકાથી આ સતત ચાલી રહેલી જિંદગી ને મેં નજીક અને ખૂબજ સૂક્ષ્મતાથી નિહાળી છે. જેઓ મારા સંપર્કમાં આવ્યા તેઓની જિંદગી ને મેં તેમની આંખે નિહાળી છે. એમના દુઃખ ને મેં અનુભવ્યા છે, એમની ખુશીઓને મેં લુપ્ત થતા જોઈ છે. ક્યારેય આ જિંદગી કોઈને પૂછતી નથી, તને શું ગમે છે ? તે તો તેની મસ્તીમાં આગળ ને આગળ વધ્યા કરે છે.

ક્યારેક આ ગાંડા હાથી જેવી હોય છે. તેના  માર્ગમાં આવનાર દરેકને એ પગ નીચે કચડી, આગળ વધી જાય છે. ક્યારેક એ ડૂબતાને બચાવતી હોડી રૂપે હોય છે. ક્યારેક પ્રેમ ને ક્યારેક આક્રોશ વ્યક્ત કરતી આ જિંદગી ને જરા ફરી એક નજરે જુઓ તો...... કોણ કરી રહ્યું છે આ બધું ?

Popular posts from this blog

આજનો આદિમાનવ

મારે થોડું રડવું છે

કંગાળ કોણ?