સત્યની શોધ


સત્ય એ છે કે હું શ્વાસ લઈ રહ્યો છું. જીવન ના દરેક ઉતાર ચઢાવ બાદ, એક શ્વાસ ભરી ને બેઠો ત્યારે સત્ય શું છે તે જાણવાની ઇચ્છા થઈ. તમામ સરવાળા બાદબાકી પછી, એમ સમજાયું કે આજ અને આ પળ એ સત્ય છે. ગઈ કાલ અને આવતી કાલ માત્ર કલ્પના અને ચિત્ર છે. કલ્પનાચિત્ર ક્યારેય સત્ય ન હોઈ શકે. ભૂતકાળ ને ક્યારેય બદલી શકાતો નથી અને ભવિષ્યને ક્યારેય સમજી શકાતો નથી. તો સત્ય શું છે ? આજ અને આ પળ તે સત્ય છે.

તમે આ વાંચી રહ્યા છો ત્યારે એક ભૂતકાળનું નિર્માણ કરી રહ્યા છો ને આગળ અહીં શું લખ્યું છે તે તમને પણ ખબર નથી. માટે જ્યારે તમે આ પળ ને વાંચવા માટે ખર્ચ કરો છો ત્યારે તમે તમારા જીવનની ક્યારેય પાછી ના આવનારી પળોનો ખર્ચ કરી સત્યને પામી રહ્યા છો. આજ રીતે જ્યારે તમે ભૂતકાળના જીવનને યાદ કરી, આ પળ ને દુઃખથી ભરી દો છો ત્યારે તમે વર્તમાન ને દુઃખથી ભરી આવનારા ભૂતકાળને પણ દુઃખથી રંગી રહ્યા છો, જે હજી ભવિષ્ય છે તેને તમે જીવ્યા વગર ભૂતકાળના જીવનને વર્તમાનમાં જીવી, આવનારા ભૂતકાળ જે અત્યારે ભવિષ્ય છે તેનો તમે નાશ કરી રહ્યા છો. માટે તમારો ભૂતકાળ તમારા વર્તમાન અને ભવિષ્યકાળ ને ભરખી જાય છે.

આજને ભરપૂર જીવવાની જ જ્ઞાનીઓ એ સલાહ આપી છે. જે સત્ય છે.

Popular posts from this blog

મારે થોડું રડવું છે

આજનો આદિમાનવ

કંગાળ કોણ?