વિચારોના વાદળ


કયા દેશ થી આવે છે આ  વિચારોના વાદળ ?

બા એ કહ્યું.... ધોમ ધખે છે સૂઈ જાવ ક્યાંય જવાનું નથી. આ સાંભળીને ગમ્યું નહીં પણ બા કહે એટલે તેની વાત માનવી જ પડે. હવે સૂઈ જવા સિવાય કોઈ બીજો રસ્તો નથી. હું પરહાળ માં જઈને સૂવાનો પ્રયત્ન કરૂ તે પહેલા તો વિચારોના વાદળોથી મારી આંખો ઘેરાઈ ગઈ.... છત પર લટકી રહેલા પિત્તળના વાસણો ને જોઈને.... જાણે આખો પરહાળ ફરતો હોય તેમ ગોળ ગોળ બધું.... આ... વું.... કેમ થાય છે.... મને કંઈ સમજાય તે પહેલા તો.... એક દ્ગશ્ય મારી આંખોની સામે આકાર લેવા માંડ્યું.... ઘણા બધા લોકો ભેગાં થયા હતા અને કંઈ બોલી રહ્યા હતા.... તેમનો અવાજ સ્પષ્ટ ન હતો, પણ મને સમજાઈ રહ્યું હતું કે તે ઓ કોઈ ના થી ડરી રહ્યા હતા અને ઓરડાની બન્ને બાજુએ લાકડી, તલવાર જેવા હથિયારો લઈ ને ઊભા હતા... જાણે કોઈ અંદરથી બહાર આવશે અને તેને મારી ને પાડી દેશે... જો એમ નહીં કરે તો જે અંદર થી બહાર આવશે તે એમને મારી નાખશે. વાતાવરણ કંઈ વિચિત્રતાના રંગોથી રંગાઈ ગયું હતું. ઓરડાની અંદરથી કોઈ જાડો ખોખરો અવાજ આવી રહ્યો છે.... બધા બહાર એકત્ર થયેલા લોકો હવે શાંત થઈ ગયા છે. હું ક્યાં ઊભો છું મને ખબર નથી. પણ હું આ જોઈ રહ્યો છું. ઓરડાની અંદરથી કોઈ બહાર આવી રહ્યું હોય તેમ લાગે છે... બધા સાવધાન થઈ ગયા છે. અંદરથી ધાબડો ઓઢીને કોઈ આકૃતિ બહાર ની તરફ આવી રહી છે... લાકડી અને તલવારો લઈ ને ઊભેલા લોકો સ્તબ્ધ થઈ ગયા છે... કોઈ હલવાની કે બોલવાની હિંમત નથી રહી જાણે.... એ આકૃતિ બહાર આવી ને ક્યાં જાય છે શું કરે છે.  શું થાય છે પછી ? એ આજ સુધી હું જાણી શક્યો નથી.

Popular posts from this blog

આજનો આદિમાનવ

મારે થોડું રડવું છે

કંગાળ કોણ?