લાંબા આયુષ્ય નું રહસ્ય

આજ ના ભાગ-દોડ વાળા જીવનમાં લોકો સત્સંગનું મહત્વ ભૂલી રહ્યા છે. જ્યારે પહેલાના લોકો સત્સંગી હતા. સત્સંગનું મહત્વ સમજવા વાળો માણસ ક્યારેય દુઃખી હોઈ ન શકે. સારા વિચારો હોવા અને મેળવવાનો તફાવત બહુ મોટો છે. તમારા વિચારોને સત્સંગ રૂપી ભઠ્ઠીમાં તપાવીને તેને કુંદન જેવો કરી શકાય છે. તે સારી આદત આજ-કાલ ભુલાઈ રહી છે. અત્યારના સમયમાં સત્સંગ અથવા ડાયરો કે ચોરો ભરીને બેસનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. તે ફરી એકવાર સમાજમાં લાવવાની જરૂર છે.

વળી માણસ શ્વાસ લેવા માં પણ કંજૂસાઈ કરે છે. ક્યારેય તે ઊંડા શ્વાસ લેતો નથી. માણસ શ્વાસ લેવા માં પણ ઉતાવળ કર્યા કરે છે. અરે લાંબો શ્વાસ એ લાંબુ જીવન છે, અડધો શ્વાસ એ અડધું જીવન છે. કદાચ એટલે જ હવે 50 - 60 વર્ષે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે.

આ વાત જરા ટૂંકાણમાં પતાવું. મિત્રો સાથે સત્સંગ અને કાળજી પૂર્વક લાંબો શ્વાસ લેવો જોઈએ. લાંબો શ્વાસ લાંબા આયુષ્ય તરફનું પહેલું પગથિયું છે, એમ હું માનુ છું.

Popular posts from this blog

આજનો આદિમાનવ

મારે થોડું રડવું છે

કંગાળ કોણ?