અથાગ મહેનત કરવાથી, ભાગ્ય બદલાઈ ન શકે. ભાગ્યને ના માનનાર પણ ભાગ્યને આધીન છે. કર્મ અને ભોગવટો, શ્રદ્ધા - અંધશ્રદ્ધા ને વશ નથી. પ્રાઈમ મિનિસ્ટર ના સલાહકાર, કેમ પ્રાઈમ મિનિસ્ટર નથી બની શકતા?
પ્રેમ ને વહેવા દો … પ્રેમ ને કોઈ સંબંધોના નામ રૂપી પાંજરા માં કેદ કરવાનો પ્રયત્ન કરશો ને … તો કદાચ …. તો કદાચ એ ગાયબ થઈ જશે … હા …. એ અલૌકિક અને જાદૂઈ છે . એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે આજ સૂધી કોઈ સમજી શક્યુ નથી . ખરેખર કહું ને …. તો પ્રેમને સમજવાનો પ્રયત્ન પણ કરશો તો એ ગાયબ થઈ જશે . પ્રેમ ને વહેવા દો … બસ … જેમ છે તેમ રહેવા દો …