યુગ બદલાઈ રહ્યો છે. હા હવે નો યુગ નવા વિચારો સાથે નવા લોકોને લઈને આવી રહ્યો છે. આજ થી વીસ વર્ષ પછી ના લોકો સાથે જીવવા માટે ની તૈયારી કરી લેવી જોઈએ આપણે બધાએ કારણ, વીસ વર્ષ પછી ના યુગના પાયા નંખાઈ ગયા છે. હા દેખાય છે ને મને એ પાયા ના મૂળિયા આજ ના માનવી ના ઊંડાણમાં છે. તમારે પણ જો એ મૂળિયા જોવા હોય તો જોઈ શકાય પણ અનુભવ ની આંખથી. કેવા હશે એ લોકો જેની માનસિકતા આજના સમાજ પર થી પણ આંકી શકાય તેમ છે. ક્યારેય વિચારવા ના ઊભો રહેતો આ માણસ, આડે ધડ જે પહેલો વિચાર આવે તે કરવા ટેવાઈ ગયો છે. સારી વાત છે કે ખરાબ તે કહી શકાય તેમ નથી. જ્યારે પોતાને ફાયદો થાય ત્યારે તે સારી વાત છે પણ જ્યારે પોતાને નુક્શાન થાય ત્યારે તે ખરાબ વાત છે, તેમજ જ્યારે બીજાને નુક્શાન થાય ત્યારે, મને ખબર ન હતી હોં. અને જ્યારે બીજાને ફાયદો થાય ત્યારે..... વિચાર કરવો જ પડશે આપણે બધાએ આજે નહીં તો કાલે જો એક - બીજા પર આવો આક્રોશ રાખશો તો દુનિયા ક્યાં જઈ ને અડકશે તેની ખબર છે? મને પણ નથી. કોઈનેય ખબર નથી કે કાલનો યુગ કેવો આવી રહ્યો છે. આવનારા યુગમાં માણસને માણસની જરૂર પડવાની છે. ક્યારેક એવું ન થાય કે તમારી પાસે જે હોય તેની સાથે તમે ...