Posts

વેપારી કે ગુલામ

વેપારી સાહસ કરવાથી દૂર ભાગનારા લોકો, હંમેશા કોઈ ને કોઈ પ્રકારથી ગુલામ રહી જાય છે.

ભગવાન ને ઓળખો

જીવન, મૃત્યુ, આત્મા, પરમાત્મા, પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક, કર્મ બંધન, મોક્ષ પાછળ વગર વિચાર્યે દોડ્યા કરતા, સર્વ પ્રથમ આ ઘડીની જીવન જરૂરિયાત ને મેળવવા માટેનો પ્રયત્ન એજ ધર્મ છે. ક્યારેય મહેનત કર્યા વિના કોઈને કંઈ પ્રાપ્ત થયું નથી. નસીબ, ગ્રહો, ભાગ્ય જેવી વ્યર્થ વાતોમાં સમય પસાર કરવા કરતા, અંધશ્રદ્ધાને પોષવા કરતા, પરિશ્રમ કરવો એજ ધર્મ છે. પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી. બીજા લોકોની મહાનતા ના વખાણ કરવામાં સમય પસાર કર્યા કરતા, પોતાને સક્ષમ બનાવવા નો પ્રયત્ન એજ ધર્મ છે. કર્મથી મોટો ગુરુ કોઈ નથી. કર્મથી મોટો ભગવાન કોઈ નથી. સત્કર્મ એ જ ભગવાન છે.

This Blog's Audience Stats by: google

Image
My Lovely Audience, Thanks for Reading my Blog :)

મફત મેળવો

ઘણા લોકોની આદત છે, માણસ કે મિત્રોના વખાણ કરવા નહીં, જો તેનાથી પોતાને કંઈ ફાયદો ના થવાનો હોય તો. અને જો મફત શબ્દ દેખાય તો બધું વાંચી લેવાનું જાણે શુંય ફાયદો થઈ જાય અને મઝા પડી જાય. અત્યાર સુધી ઘણા લેખ લખ્યા છે આ બ્લોગ પર, પણ એક ક્લિક કરી જોવાનીય તસ્દી લીધી નહીં. જ્યારે મફત મેળવો વાંચ્યું તો આવી ગયા. લોકોને આજ કાલ કોઈનાય જીવન સાથે કોઈ લેવા દેવા નથી. બસ મારો સ્વાર્થ સધાય એટલે પત્યું,  પોતાનો સ્વાર્થ સાધવા ટોળા ભેગાં કરતાં વાર નહીં કરે, તે માટે કંઈ મફત આપવું પડે તોય આપશે. આ સ્વાર્થ પૂરતાં ટોળાનો સમાજ છે.

મેર મૂવા... લોહરીયા

ફિલ્મો માં જ્યારે યાદશક્તિ ભૂલી જાય કોઈ કલાકાર. ક્યાંક થી કંઈક કરીને માથામાં વગાડી લાવે અને પછી હોસ્પિટલ માં જાગે ત્યારે પૂછે... હું ક્યાં છુ.. ? અલ્યા તુ ગુજરાતી ભાષા ના ભૂલી ગયો ??? 

જીવન અને મૃત્યુ

જો ભગવાન એક છે, તો મંદિરો અનેક કેમ? જો ભગવાન એક છે, તો રૂપ અનેક કેમ?  જો આત્મા એજ પરમાત્મા છે, તો આટલા દુઃખ કેમ? ભગવાન એટલે શું ? ભગવાન છે? દરેક કાળમાં જુદા જુદા ધર્મો દ્વારા ભગવાન હોવા અને તેના સુધી પહોંચવા માટે ના રસ્તાઓની અગલ અગલ રીતે રજૂઆત કરવામાં આવી છે. જો ભગવાન હોય તો તે સંતાઈને કેમ બેઠો છે? શું તે માણસ થી ડરીને એમ કરે છે? કે પછી છે જ નહીં? જેઓ ગુરૂને માને છે અને તેમના બતાવેલા રસ્તા પર ચાલે છે. તેઓ આ ચર્ચાનો ભાગ છે જ નહીં. પાપ - પુણ્ય જેવી કોઈ વસ્તુ છે જ નહીં. જે સમયમાં માણસ જાનવર જેવો હતો તે સમયમાં નિર્બળ લોકો તેના થી બચવા માટે ભગવાન અને પાપ-પુણ્યની બીક બતાવી તેને છેતરી તેના ત્રાસ થી બચતા હતા. જે કોઈના થી ના ડરે તેને ભગવાન ના નામે ડરાવી શાન્ત કરવામાં આવતા. આપણે હાડ-માંસ ના પ્રાણી છીએ ,જેનો જન્મ થયો છે અને મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ બાદના જીવન વિષે ઘણી ચર્ચાઓ છે, પરંતુ તે કરનાર કોણ?   જેણે આજ સુધી મૃત્યુ જોયું જ નથી. સત્ય એ છે કે માણસ તથા બ્રહ્માંડ ના દરેક પ્રાણી, આ સૂક્ષ્મ અને રહસ્યમય બ્રહ્માંડના તત્વો માંથી બન્યા છે, અને અંતે તેમાં ભળી જવાના છે. કોઈ પણ વાચક મિ...

આત્મા

જો આત્મા વિચારી શકે તો.... માણસ ને મગજની જરૂર નથી. અને જો તેમ ના હોય તો... આત્મા કે પ્રેત બીજાના શરીરમાં આવી પોતાની ઇચ્છા કેવી રીતે વ્યક્ત કરી શકે.  જ્યારે વિચારવા માટે મગજની જરૂર છે ત્યારે લોકો એમ દાવો કેમ કરે છે અમે પ્રેતાત્માને જોઈ છે અને એણે અમારી સાથે વાત કરી. વાત કરવા માટે વિચારવાની જરૂર પડે છે. અને વિચારવા માટે મગજ. તો આત્મા વાત કવી રીતે કરી શકે? બીજી તરફ જોવા જઈએ તો કોઈના શરીરમાં પ્રવેશી આત્માએ કે ભૂતે અમુક વસ્તુઓની માંગ કરી. આવું કેવી રીતે શક્ય થાય? જ્યારે કોઈ આત્મા બીજાના શરીરમાં પ્રવેશ કરે, ત્યારે તે શરીરના મગજનો ઉપયોગ કરે છે. તે મગજમાં જે હોય તે જ તે વાંચી શકે.... આ મગજમાં અહીં ઘૂસણખોરી કરેલા આત્માનો કોઈ  ડેટા નથી. તો પછી તેને આ બધું યાદ કેવી રીતે આવે છે? તે લોકો પાસે માંગ કેવી રીતે કરી શકે? વિચારી જુઓ વિચારવા માટે મગજની જરૂર છે કે આત્માની ? જો તમને ક્યારેય એવો અનુભવ થયો હોય કે, તમે સૂઈ ગયા છો અને તમારા શરીરમાંથી આત્મા બહાર આંટો મારવા જાય છે. અને તમારૂ મગજ ઘાડ નિદ્રામાં છે. આવા સમયે જ્યારે આત્મા પાછો શરીરમાં આવે છે અને ઊભા થઈ પાણી પીવા કે હાથ હલાવવાનો પ્ર...

ક્યારે?

મળેલા માનવ અવતાર ને વ્યર્થ કામોમાં ખર્ચીને વેડફી કાઢવા માટે તત્પર રહેતા ઘણા લોકો આજે પણ પોતાને  છેતરી રહ્યા છે. ક્યારે આ દેહ માંથી આત્મા ઊડી જશે અને ક્યારે તમારા તમામ કામ ત્યાં ના ત્યાં અટકી જશે તે ક્યારેય કોઈ જાણી શક્યું નથી. વિચાર કરવા માટે વિચાર કરવાની જરૂર હોતી નથી તેમ જીવવા માટે જીવવાની જરૂર હોતી નથી પણ સમજવા માટે સમજવાની જરૂર છે. ક્યારે?

બસ સ્ટેન્ડ

આ લોકો અહીં આવે છે અને બસમાં બેસી ચાલ્યા જાય છે. હા હું બસ સ્ટેન્ડ છું. મેં ઘણા લોકોને અહીં રહ્યે રહ્યે નાના-મોટા થતા જોયા છે. મેં કેટલાય લોકોની વાતો , જીવનની કહાણીઓ અહીં સાંભળી છે. મને ઘણીવાર હસાવતા અને રડાવતા આ મુસાફરો ક્યારેય મારી  સામે જોતા નથી. બસ એ તો હા એ બસ માટે જ તો આવે છે. આ સફેદ બંડી વાળા કાકાને તો હું પાંત્રીસ વર્ષથી ઓળખુ છું. જ્યારે એમનો દીકરો અમેરિકાથી પાછો આવ્યો ત્યારે તેમને મેં સામેના રોડથી દોડીને બસ પકડતા જોયા હતા... હા ખૂબજ ખુશ હતા ત્યારે... જાણે હાલ દીકરો આવીને ભેટી પડશે.... ત્યારે અહીં ઊભેલા શરદભાઈ એ કહ્યું - એમનો દીકરો અમેરિકાથી આવી રહ્યો છે, એને લેવા માટે હવાઈમથક જઈ રહ્યા છે છનાલાલ - હા એમનું નામ છનાલાલ, હવે યાદ આવ્યું. છનાલાલ ત્યાર પછી ક્યારેય હસતા દેખવા મળ્યા નથી... મેં છેલ્લીવાર એમને કૂદકો મારીને હસતા હસતા બસમાં બેઠેલા જોયા... જ્યારે પાછા આવ્યા ત્યારે, ધીમાં પગલે ઘર તરફ ચાલતા જોયા હતા... થોડી વાર પછી કાન્તા કાકી અહીં આવ્યા હતા... એમની દીકરીના ઘેર જવા માટે. એ વાત કરતા હતા.. - ખરૂ થયું છનાલાલ સાથે. જૈમિનિ બેને પૂછ્યું શું થયું કાકી - - અરે છનાલાલ હોશે હોં...

સુખની શોધમાં માણસ

આ સમયના લોકો પૈસા પાછળ ગાંડા થયા છે. કોઈ કોઈની સામે જોવા માટે તૈયાર નથી, જો પૈસા ના મળવાના હોય તો. સર્વ સુખ જાણે પૈસાથી જ મળી જવાનું હોય  તેમ માની બેઠેલા આજના સમયના લોકોને શરીર અને માણસ નું મહત્વ જાણે ભુલાઈ ગયું છે. દેખા-દેખી અને ઢોંગનો ડગલો પહેરી ફરી રહેલા લોકો આવનારી કાલ માં જીવી રહ્યા છે. આજનું મહત્વ સમજ્યા વગર તે હંમેશા સપનાઓમાં રાચતા રહે છે, અને કાલ સુધારવાની દોડા-દોડીમાં શ્વાસ લેવાનું ભૂલી ગયા છે. કૃત્રિમ સુખ સુવિધા મેળવવાની આ હોડ માણસને ક્યાં લઈ જશે તે સમજાતું નથી. સાચા સુખની શોધમાં મથી મથી ને મરી રહેલા લોકોને સાચા ગુરૂ ની જરૂર છે.

સંબંધો અને પૈસા

સંબંધોથી ઘર ચાલતું નથી, કે કોઈ કંઈ આપતું નથી. મારો અનુભવ જો તમને કહું તો, જ્યારે જ્યારે મેં કોઈ વ્યક્તિને પોતાનું સમજી તેના માટે મારા જીવન માંથી કિંમતી સમય ફાળવ્યો અને મારા પૈસા કમાઈ શકું તેવા સમયને તેમની પાછળ મફતમાં ખર્ચ કર્યો અને  છેવટે હું ગાંડો બન્યો. એ લોકો જેને તમે પોતાના માની, ભવિષ્યમાં તેમની મદદ મળશે તેવું વિચારી તેમના માટે... ત્યાગ કર્યા કરો. ઉપરથી તે તમને ધમકી આપે કે, હું તારી પત્તર ફાડીશ...  આના કરતા તેમના કામ કર્યા વગર પૈસા કમાયા હોત તો સારુ. આજ પછી ક્યારેય હું પૈસા લીધા વગર કોઈ નું ય કામ કરવાનો નથી. સંબંધો નો કોઈ ભરોસો હોતો નથી... એક પળ માં તૂટી જાય છે. પણ બેંક માં મૂકેલા પૈસા આપણી સાથે રહે છે.  વ્યાપાર માં ક્યારેય કોઈ ની મિત્રતા કરવી તે મૂર્ખામી છે.

સત્યની શોધ

સત્ય એ છે કે હું શ્વાસ લઈ રહ્યો છું. જીવન ના દરેક ઉતાર ચઢાવ બાદ, એક શ્વાસ ભરી ને બેઠો ત્યારે સત્ય શું છે તે જાણવાની ઇચ્છા થઈ. તમામ સરવાળા બાદબાકી પછી, એમ સમજાયું કે આજ અને આ પળ એ સત્ય છે. ગઈ કાલ અને આવતી કાલ માત્ર કલ્પના અને ચિત્ર છે. કલ્પનાચિત્ર ક્યારેય સત્ય ન હોઈ શકે. ભૂતકાળ ને ક્યારેય બદલી શકાતો નથી અને ભવિષ્યને ક્યારેય સમજી શકાતો નથી. તો સત્ય શું છે ? આજ અને આ પળ તે સત્ય છે. તમે આ વાંચી રહ્યા છો ત્યારે એક ભૂતકાળનું નિર્માણ કરી રહ્યા છો ને આગળ અહીં શું લખ્યું છે તે તમને પણ ખબર નથી. માટે જ્યારે તમે આ પળ ને વાંચવા માટે ખર્ચ કરો છો ત્યારે તમે તમારા જીવનની ક્યારેય પાછી ના આવનારી પળોનો ખર્ચ કરી સત્યને પામી રહ્યા છો. આજ રીતે જ્યારે તમે ભૂતકાળના જીવનને યાદ કરી, આ પળ ને દુઃખથી ભરી દો છો ત્યારે તમે વર્તમાન ને દુઃખથી ભરી આવનારા ભૂતકાળને પણ દુઃખથી રંગી રહ્યા છો, જે હજી ભવિષ્ય છે તેને તમે જીવ્યા વગર ભૂતકાળના જીવનને વર્તમાનમાં જીવી, આવનારા ભૂતકાળ જે અત્યારે ભવિષ્ય છે તેનો તમે નાશ કરી રહ્યા છો. માટે તમારો ભૂતકાળ તમારા વર્તમાન અને ભવિષ્યકાળ ને ભરખી જાય છે. આજને ભરપૂર જીવવાની જ જ્ઞાનીઓ એ સલાહ ...

વિશ્વાસ

પણ  પિતાજી તમે મને દેખાતા નથી... કંઈ વાંધો નહીં બેટા હું તને જોઈ રહ્યો છું. તુ કૂદ હું તને ઝીલી લઈશ. દીકરા એ  વિશ્વાસ થી એ કાળા અંધારા માં કૂદકો માર્યો અને પિતાએ એને ઝીલી લીધો. વિશ્વાસ. શબ્દ જરા ફરીથી વાંચો... શ્વાસ શબ્દને પોતામાં આવરી લેતાં, આ વિશ્વાસે કેટ કેટલાંના શ્વાસ રોકી કાઢ્યા છે, અને તે જ વિશ્વાસે વિશ્વ સમગ્રને અવ નવી અજાયબીઓ પણ આપી છે. જ્યારે બે વ્યક્તિ ની વચ્ચે આ શબ્દ આવે છે ત્યારે....

હું ઓગળી ગયો

ધૂંધળા થયેલા મારા નેત્રપટલ ની સામે કંઈક હલચલ હતી અને અંધારાંમાં હું ઓગળી ગયો. બસ એ જ પળે ગળા થી પેટ સુધી ચીરો વાગ્યો હોય તેમ હું ઢળી પડ્યો. માથામાં કોઈ એ ઘા કર્યો હોય તેમ ઠંડા લોહીની અનુભૂતિ થતી હતી. પુષ્કળ નશો કર્યો હોય તેમ ઘેનના ઘેરાવામાં ઘેરાઈ ઘનઘોર અંધારાં માં હું ઓગળી ગયો.

અમૂલ્ય ક્ષણો

એ દિવસો ક્યારેય આવશે નહીં. હું ક્યારેય એ ક્ષણોને ભૂલી શકીશ નહીં. મેં વિતાવેલા એ દિવસો મારા જીવનની અમૂલ્ય ક્ષણો માંથી હતા. એ કલાકો સુધી તળાવના પાણીમાં પડ્યા પડ્યા મિત્રો સાથે ગપાટા મારવા અને શંખ - પથ્થર ભેગા કરી જે ખુશી મળતી. આંબલી, આંબા, ટામેટાં, ટીકડી, ટેટાં, પપૈયાના ખેતર માં કલાકો ને કલાકો સુધી કોઈ જ જગતની ચિંતા કર્યા વગર બસ જીવ્યા કરવાનું મન થાય છે આજે પણ. ખાલી પડેલા તળાવમાં કોદાળી લઈને ખજાનો શોધવા ઊંડો ખાડો કરવાનો. ખંડેરોમાં બીક લાગે છતાં ઊંડે ઊંડે દરેક ઓરડાઓમાં જઈ ને કંઈક જોવા કે જાણી લેવા માટે ના પ્રયત્નો. એ વડ પર આખી બપોર બેઠા રહેવા અને સૌથી ઉપર જઈને કોણ બેસે તેની હરીફાઈ કરવી. ટેટાં તોડી તેની ચટણી બનાવવી. દૂર દૂર રેલગાડી ના પાટે પાટે ચાલ્યા જવું. ક્યાં જશે આ પાટા તેની કાંઈ ખબર ના હોય. એ કેનાલ અને કુંડમાં ભૂસકા મારવાના અને જે બળદ ગાડું દેખાય તેના ઉપર બેસી દૂર દૂર સુધી જતા રહેવું. શા માટે... શા માટે .... શા માટે આ દુનિયામાં હંમેશા એવું જીવન શક્ય નથી ?

પ્રેમ નો ભ્રમ

આકર્ષણને પ્રેમનું નામ આપી, ભ્રમમાં જીવનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ એવો સમય ચાલી રહ્યો છે જ્યાં લોકોને પહેલી નજરમાં પ્રેમ થઈ જાય છે. આશ્ચર્યની વાત તો છે જ પણ જીવનભર સાથે રહેવા સુધીની વાત દસ મિનિટ માં નક્કી થઈ જાય છે. આનું પરિણામ હતાશા અને દુઃખ હોઈ શકે. ખૂબ જ સમજવા જેવો છે આકર્ષણ અને પ્રેમ નો તફાવત.

વિચારોના વાદળ

કયા દેશ થી આવે છે આ  વિચારોના વાદળ ? બા એ કહ્યું.... ધોમ ધખે છે સૂઈ જાવ ક્યાંય જવાનું નથી. આ સાંભળીને ગમ્યું નહીં પણ બા કહે એટલે તેની વાત માનવી જ પડે. હવે સૂઈ જવા સિવાય કોઈ બીજો રસ્તો નથી. હું પરહાળ માં જઈને સૂવાનો પ્રયત્ન કરૂ તે પહેલા તો વિચારોના વાદળોથી મારી આંખો ઘેરાઈ ગઈ.... છત પર લટકી રહેલા પિત્તળના વાસણો ને જોઈને.... જાણે આખો પરહાળ ફરતો હોય તેમ ગોળ ગોળ બધું.... આ... વું.... કેમ થાય છે.... મને કંઈ સમજાય તે પહેલા તો.... એક દ્ગશ્ય મારી આંખોની સામે આકાર લેવા માંડ્યું.... ઘણા બધા લોકો ભેગાં થયા હતા અને કંઈ બોલી રહ્યા હતા.... તેમનો અવાજ સ્પષ્ટ ન હતો, પણ મને સમજાઈ રહ્યું હતું કે તે ઓ કોઈ ના થી ડરી રહ્યા હતા અને ઓરડાની બન્ને બાજુએ લાકડી, તલવાર જેવા હથિયારો લઈ ને ઊભા હતા... જાણે કોઈ અંદરથી બહાર આવશે અને તેને મારી ને પાડી દેશે... જો એમ નહીં કરે તો જે અંદર થી બહાર આવશે તે એમને મારી નાખશે. વાતાવરણ કંઈ વિચિત્રતાના રંગોથી રંગાઈ ગયું હતું. ઓરડાની અંદરથી કોઈ જાડો ખોખરો અવાજ આવી રહ્યો છે.... બધા બહાર એકત્ર થયેલા લોકો હવે શાંત થઈ ગયા છે. હું ક્યાં ઊભો છું મને ખબર નથી. પણ હું આ જોઈ રહ્યો છું....

જિંદગી

મેં જિંદગી ને ઘણા ખૂણે શાંત બેસીને જોઈ છે. ક્યારેય તે મને પૂછતી નથી કે, તું કેમ આમ શાન્ત બેસી મને જોયા કરે છે. તેને પણ કદાચ ખબર હશે કે આ સમયે આનો કોઈ ફાળો મારા કામમાં છે નહીં. આ....હ.... આ પળ ખૂબજ દુઃખદાયી હતા. ક્યારેક હું કંઈ બોલી ના શક્યો ક્યારેક મેં ભાગ ભજવવાનો પ્રયત્ન ન કર્યો ક્યારેક મને ચૂપ કરી દેવામાં આવ્યો.... ક્યારેક મને ચૂપ રહેવામાં સત્ય લાગ્યું. ત્રણ દાયકાથી આ સતત ચાલી રહેલી જિંદગી ને મેં નજીક અને ખૂબજ સૂક્ષ્મતાથી નિહાળી છે. જેઓ મારા સંપર્કમાં આવ્યા તેઓની જિંદગી ને મેં તેમની આંખે નિહાળી છે. એમના દુઃખ ને મેં અનુભવ્યા છે, એમની ખુશીઓને મેં લુપ્ત થતા જોઈ છે. ક્યારેય આ જિંદગી કોઈને પૂછતી નથી, તને શું ગમે છે ? તે તો તેની મસ્તીમાં આગળ ને આગળ વધ્યા કરે છે. ક્યારેક આ ગાંડા હાથી જેવી હોય છે. તેના  માર્ગમાં આવનાર દરેકને એ પગ નીચે કચડી, આગળ વધી જાય છે. ક્યારેક એ ડૂબતાને બચાવતી હોડી રૂપે હોય છે. ક્યારેક પ્રેમ ને ક્યારેક આક્રોશ વ્યક્ત કરતી આ જિંદગી ને જરા ફરી એક નજરે જુઓ તો...... કોણ કરી રહ્યું છે આ બધું ?

પૃથ્વીનો છેડો ઘર

ઓહ... આ શું વાગી રહ્યું છે મને? હું ક્યાં છું? આ શેની પર હું ઊંઘતો હતો? આ....હ.... મારો પગ..... ક્યારે વળી ગયો હશે ઊંઘમાં? થોડી વાર પછી મને યાદ આવ્યું કે  મેં ઘર છોડી દીધું છે. હું દીપૂભા ની ફૅક્ટરી પર સૂતો હતો. ક્યાં રહેવું કે કોના ઘેર જવું કંઈ સમજાતું ન હતું ત્યારે દીપૂભા મળ્યા ચાલો મારા ઘેર એમના ભાઈ એક ચોકીદાર હતા કોઈ મોટા કોમ્પ્લેક્સમાં અને તે જ કોમ્પ્લેક્સમાં દીપૂભા ની ફૅક્ટરી. ફૅક્ટરી એટલે એક 12 ફૂટ નો ચોરસ રૂમ. જેમાં પ્લાસ્ટિક ના દાણા અને ડાઈ થી ભરેલા કોથળાની વચ્ચે હું ઊંઘ્યો હતો. મારી ચા.... મારુ દાતણ.... મારો રૂમાલ... મને પાણી ગરમ કોણ મૂકી આપશે.... મારે નાહ્યા પછી તરત નાસ્તો જોઇશે... અરે ક્યાં ગયા દીપૂભા... દીપૂભા... હા ઉપર જવા દે મને, એમના ઘેર. એમનું ઘર એટલે એ બિલ્ડીંગના ધાબા પર નો એક રૂમ. મેં ઉપર જઈને પૂછ્યું ક્યાં છે દીપૂભા. એ તો મંદિર ગયા છે. ઓહ... સારુ મારે સ્નાન કરવું છે. હા નીચે આપણી ઓફિસ છે ત્યાં જાહેર શૌચાલય છે ત્યાં જ..... ઓ...હ હું .... હું ... ક્યાં આવી ગયો છું . મારુ ઘર મને ખૂબ યાદ આવી રહ્યું છે. પણ પિતા સાથે જ્યારે હું તકરાર કરીને નીકળ્યો ત્યારે મને ખબર ...

અમે વણજારા

ખાલી જગ્યા જોઈને પચાવી પાડો છો, ચાલો નીકળો અહિંયાં થી. કોને ખબર ક્યાં ક્યાંય થી આવી ને જમા થઈ જાય  છે. સ્તબ્ધ થઈ ગયેલા ત્રીસ થી પાંત્રીસ લોકો નિરાશાના વંટોળ સાથે ચિંતાની ધૂળથી ઘેરાઈ ગયા. બાળકોને કાંઈ ખબર નથી માસૂમ ચહેરાઓ સ્મિતથી છલકાઈ રહ્યા છે, અને માટી સાથેનો તેમનો પ્રેમ અનોખો છે. ઘણા સમયથી અહીં રહેતા રહેતા આસ પાસની ધરતી અને લોકો માટે એક સુંદર લગાવ થઈ ગયો હતો. ખાસ જોઈને ગામની ભાગોળે આ જગ્યા પર રહેવાનો નિર્ણય કર્યો હતો. અહીં કોઈને નડીશું નહીં અને ગામમાંથી જોઇતી જીવન જરૂરિયાતની સામગ્રી પણ મળી રહેશે, તથા કોઈ નાનું મોટું કામ પણ મળશે તો બે પૈસા કમાવવાના પણ થઈ જશે. આ વિચારો સાથે અહીં આવી ને વસવાનું નક્કી કર્યું હતું. અહીંના વડા, અનુભવી અને કુશળ લુહાર હરમનસંગને ક્યાં ખબર હતી કે શહેરમાં હવે માણસો માટે જગ્યા નથી. નિરાશ મને બીજે ગામ જવાની તૈયારી કરવા વણજારા પોત પોતાની ઝૂંપડી તરફ ભારે મનથી આગળ વધ્યા. જીવા ગધેડાઓને પાછાં વાળો, સામાન લાદવો છે. ખૂબ મહેનતથી બનાવેલી ઝૂંપડીઓને જે હાથોએ સજાવી હતી તે  આજે વિખેરી નાખશે. ક્યાં જાશું ? ક્યાં રહીશું ? કાંઈ જ ખબર નહતી આજે. બસ અહીંથી જવું પડશે ત...