Posts

પૃથ્વીનો છેડો ઘર

ઓહ... આ શું વાગી રહ્યું છે મને? હું ક્યાં છું? આ શેની પર હું ઊંઘતો હતો? આ....હ.... મારો પગ..... ક્યારે વળી ગયો હશે ઊંઘમાં? થોડી વાર પછી મને યાદ આવ્યું કે  મેં ઘર છોડી દીધું છે. હું દીપૂભા ની ફૅક્ટરી પર સૂતો હતો. ક્યાં રહેવું કે કોના ઘેર જવું કંઈ સમજાતું ન હતું ત્યારે દીપૂભા મળ્યા ચાલો મારા ઘેર એમના ભાઈ એક ચોકીદાર હતા કોઈ મોટા કોમ્પ્લેક્સમાં અને તે જ કોમ્પ્લેક્સમાં દીપૂભા ની ફૅક્ટરી. ફૅક્ટરી એટલે એક 12 ફૂટ નો ચોરસ રૂમ. જેમાં પ્લાસ્ટિક ના દાણા અને ડાઈ થી ભરેલા કોથળાની વચ્ચે હું ઊંઘ્યો હતો. મારી ચા.... મારુ દાતણ.... મારો રૂમાલ... મને પાણી ગરમ કોણ મૂકી આપશે.... મારે નાહ્યા પછી તરત નાસ્તો જોઇશે... અરે ક્યાં ગયા દીપૂભા... દીપૂભા... હા ઉપર જવા દે મને, એમના ઘેર. એમનું ઘર એટલે એ બિલ્ડીંગના ધાબા પર નો એક રૂમ. મેં ઉપર જઈને પૂછ્યું ક્યાં છે દીપૂભા. એ તો મંદિર ગયા છે. ઓહ... સારુ મારે સ્નાન કરવું છે. હા નીચે આપણી ઓફિસ છે ત્યાં જાહેર શૌચાલય છે ત્યાં જ..... ઓ...હ હું .... હું ... ક્યાં આવી ગયો છું . મારુ ઘર મને ખૂબ યાદ આવી રહ્યું છે. પણ પિતા સાથે જ્યારે હું તકરાર કરીને નીકળ્યો ત્યારે મને ખબર ...

અમે વણજારા

ખાલી જગ્યા જોઈને પચાવી પાડો છો, ચાલો નીકળો અહિંયાં થી. કોને ખબર ક્યાં ક્યાંય થી આવી ને જમા થઈ જાય  છે. સ્તબ્ધ થઈ ગયેલા ત્રીસ થી પાંત્રીસ લોકો નિરાશાના વંટોળ સાથે ચિંતાની ધૂળથી ઘેરાઈ ગયા. બાળકોને કાંઈ ખબર નથી માસૂમ ચહેરાઓ સ્મિતથી છલકાઈ રહ્યા છે, અને માટી સાથેનો તેમનો પ્રેમ અનોખો છે. ઘણા સમયથી અહીં રહેતા રહેતા આસ પાસની ધરતી અને લોકો માટે એક સુંદર લગાવ થઈ ગયો હતો. ખાસ જોઈને ગામની ભાગોળે આ જગ્યા પર રહેવાનો નિર્ણય કર્યો હતો. અહીં કોઈને નડીશું નહીં અને ગામમાંથી જોઇતી જીવન જરૂરિયાતની સામગ્રી પણ મળી રહેશે, તથા કોઈ નાનું મોટું કામ પણ મળશે તો બે પૈસા કમાવવાના પણ થઈ જશે. આ વિચારો સાથે અહીં આવી ને વસવાનું નક્કી કર્યું હતું. અહીંના વડા, અનુભવી અને કુશળ લુહાર હરમનસંગને ક્યાં ખબર હતી કે શહેરમાં હવે માણસો માટે જગ્યા નથી. નિરાશ મને બીજે ગામ જવાની તૈયારી કરવા વણજારા પોત પોતાની ઝૂંપડી તરફ ભારે મનથી આગળ વધ્યા. જીવા ગધેડાઓને પાછાં વાળો, સામાન લાદવો છે. ખૂબ મહેનતથી બનાવેલી ઝૂંપડીઓને જે હાથોએ સજાવી હતી તે  આજે વિખેરી નાખશે. ક્યાં જાશું ? ક્યાં રહીશું ? કાંઈ જ ખબર નહતી આજે. બસ અહીંથી જવું પડશે ત...

સમજાય નહીં તેવી સમજણ

લખ્યા વિના રહિ નથી શકાતું કે સ્વાર્થ સિવાય આ દુનિયામાં કંઈ જ છે નહીં. જો તમે ક્યારેક કોઈ વ્યક્તિને  તમારી સામે સ્મિત વર્ષાવતા જુઓ તો સમજી લેજો કે, હવે તમારે તેના માટે તમારા જીવનમાંથી થોડો સમય અથવા તમારી સંપત્તિ માંથી થોડો ભાગ ખર્ચ કરવાનો સમય આવી ગયો છે.

એથ્નિક - ધ વિલેજ રિસોર્ટ

35,000 ચોરસ વાર ના વિશાળ ઘેરાવામાં સર્જાઈ રહી છે એક નવી દુનિયા એથ્નિક - ધ વિલેજ રિસોર્ટ નર્મદા કેનાલના કાંઠા પર, પિરોઝપુર ગામ નજીક આવેલી આ પ્રકારની દુનિયા ભારતમાં સર્વ પ્રથમ એથ્નિક કલ્ચર એન્હેનસર લી. દ્વારા સર્જાઈ રહી છે. જ્યાં ગુજરાતનાં સાંસ્કૃતિક અને પારંપરિક વાતાવરણનો ફરી જન્મ થઈ રહ્યો છે. અહિં સાચા-ખોટા આપણા સિદ્ધાંતો, ઇતિહાસ, લોક વાર્તાઓ, સંસ્કૃતિ અને ભુલાઈ ગયેલી ઘણી વાતોનું પ્રદર્શન આજના મોડર્ન યુગમાં જોવા મળશે. અહિં આવેલ વૈભવી રિસોર્ટ તેના આતિથ્યસત્કાર તથા આરામદાયક વાતાવરણથી આવનાર તમામ મુલાકાતીઓના યાદગાર સમયનું સાધન બની રહે છે. તે ઉપરાંત અહીંની વૈવિધ્ય સભર યોજનાઓથી સભ્યોને અનેક લાભની પણ દરખાસ્ત કરે છે.. વિશેષ હક્ક ધરાવનાર સભ્યો માણી શકશે • ગુજરાતના ઐતિહાસિક તેમજ આદિ વિસ્તારો માંથી પસંદ કરેલા કાર્યક્રમો માં તેમજ વર્ષ દરમિયાન 3-4 મહિને વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવ માં આમંત્રણ. • એથ્નિક ના આંગણ માં રહેલી તમામ સુવિધા અને વિશેષતાઓ નો લાભ. જેમકે, ઇનડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ, કૉન્ફરન્સ રૂમ, બાળકોની રમતો સભ્યો માટે ખાસ કિંમત પર. • આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ભારતની પ્રખ્યાત બ્રેન્ડ્સની ...

પાંખો વિનાના પંખી બન્યા ગગન વિહારી (www.handicap.co.in)

જો તમે ઇચ્છો તો તમારી મરજીની કાર તમારું વાહન બની શકે. હા મિત્રો, વિકલાંગ માટે ખાસ પ્રકારના વાહનોનું રૂપાંતર કરતા સાધનોનું અમે નિર્માણ કર્યું છે, જેથી આજના યુગની કોઈપણ કાર ચલાવવી તમારે માટે શક્ય છે. 15 વર્ષથી સતત તમામ પ્રકારના પડકારોનો સમાનો કરી અમે બનાવ્યા ઉત્તમ પરિણામ આપતા, તમામ પ્રકારની કાર માટે નવા યાંત્રિક જોડાણો. જેથી વિકલાંગ મિત્રો ને મળે આરામદાયક, સરળ અને મુશ્કેલી રહિત મુસાફરીનો આનંદ. આ કાર્ય કરતાં કરતાં અમે 800થી પણ વધારે વાહનોને રૂપાંતર કરી ચૂક્યા છીએ. આ સાધનોનું આપની પસંદગી ની કારમાં તેની બનાવટમાં ફેરફાર કર્યા વગર, અલગથી અમે તેનું જોડાણ કરી આપને સ્વતંત્ર મુસાફરી માટે સક્ષમતા આપીએ છીએ. આથી તમે કોઈપણ વ્યક્તિની મદદ વગર પોતે જ કાર ચલાવવા સક્ષમ બની શકો છો. અમે આ કાર્યનો આરંભ 1995માં શોખ માટે અને આનંદ મેળવવા કર્યો હતો, જે આજે અમારી ભાવનાઓ સાથે જોડાઈ એક સામાજિક જવાબદારી ના રૂપમાં બદલાઈ ગયો છે. આજે દેશના ખૂણે ખૂણામાં આમારા રૂપાંતર કરેલા વાહનનો નો ઉપયોગ કરી રહેલા મિત્રો નો આનંદ અમારા માટે પુરસ્કાર છે. અમે, SAICA વીઇકલ્સ 49 અલગ-અલગ પ્રકારની 750 કાર રૂપાંતરિત કરી ચૂક્યા છીએ. જેમ...

બહાના નો એક પ્રકાર

કામમાં પરોવાયેલા માણસોને ઊંચુ જોવાનો કે આસ પાસ જોવાનો સમય હોતો નથી. આટલા દિવસો સુધી હું કંઈ પણ લખી ના શક્યો તેનું મને દુઃખ છે. પણ એ બહાનુ હોઈ શકે છે.

એ ધુમ્મસમાં અદ્રશ્ય થતા જોયા...

હજી સવાર થવાની બાકી હતી, લોકોનું ટોળું ગામ બહાર જઈ રહ્યું હતું. બે ભેંસો અને પાંચ ગાયો સાથે હતા. નાના બાળક ને કેડમાં તેડીને તેની મા જઈ રહી હતી. ત્રણ બીજી સ્ત્રીઓ હતી અને પાંચ પુરુષ હતાં. આ લોકોનો સામાન પણ પોતાની સાથે હતો. આ લોકો કોણ છે તેની મને હજી સુધી ખબર ન હતી. ગાયોની ડોકમાં બાંધેલી ઘંટડીઓ અવાજ કરી રહી હતી. વાતાવરણમાં ધુમ્મસ હતું. શ્વાચ્છોશ્વાસ દરમિયાન આ ધુમ્મસના કારણે નાક માંથી જાણે ધૂ્માડા નીકળતા હોય તેમ લાગતું હતું. પાછળ એક કૂતરું જાણે કંઈ કહેવા માટે એમની પાછળ જતુ હોય તેમ લાગતું હતું. સ્ત્રીઓએ કાળા અને પુરૂષોએ ધોળા કપડાં પહેર્યા હતાં. ખભે કાંબળી હતી અને હાથમાં લાકડી માથે સાફો હતો અને મુછો દાઢી વાળા આ પડછંદ પુરુષો ખોંખારો ખાઈને આગળ વધી રહ્યા હતાં. કાંટાની વાડે વાડે ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતાં તે સમયે પગરખાં થી આછી આછી ધૂડ ઊડી રહી હતી. એક સસલું તેમની આગળથી પસાર થઈ ગયું. ટોળા માંના એક સભ્યએ પાછળ વળીને જોયું. નીચું માથુ કરી એક શ્વાસ ભરીને આગળ વધ્યા. બાજુ વાળા માણસે તેમના ખભે હાથ મુકી માથુ હલાવી કંઈ કહ્યું... હોઠ બીડેલા હતા અને આંખો ઝીણી, કપાળ પર સહેજ કરચોલી આવી અને ભમ્મરો ઊંચી થઈ......

લાંબા આયુષ્ય નું રહસ્ય

આજ ના ભાગ-દોડ વાળા જીવનમાં લોકો સત્સંગનું મહત્વ ભૂલી રહ્યા છે. જ્યારે પહેલાના લોકો સત્સંગી હતા. સત્સંગનું મહત્વ સમજવા વાળો માણસ ક્યારેય દુઃખી હોઈ ન શકે. સારા વિચારો હોવા અને મેળવવાનો તફાવત બહુ મોટો છે. તમારા વિચારોને સત્સંગ રૂપી ભઠ્ઠીમાં તપાવીને તેને કુંદન જેવો કરી શકાય છે. તે સારી આદત આજ-કાલ ભુલાઈ રહી છે. અત્યારના સમયમાં સત્સંગ અથવા ડાયરો કે ચોરો ભરીને બેસનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. તે ફરી એકવાર સમાજમાં લાવવાની જરૂર છે. વળી માણસ શ્વાસ લેવા માં પણ કંજૂસાઈ કરે છે. ક્યારેય તે ઊંડા શ્વાસ લેતો નથી. માણસ શ્વાસ લેવા માં પણ ઉતાવળ કર્યા કરે છે. અરે લાંબો શ્વાસ એ લાંબુ જીવન છે, અડધો શ્વાસ એ અડધું જીવન છે. કદાચ એટલે જ હવે 50 - 60 વર્ષે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે. આ વાત જરા ટૂંકાણમાં પતાવું. મિત્રો સાથે સત્સંગ અને કાળજી પૂર્વક લાંબો શ્વાસ લેવો જોઈએ. લાંબો શ્વાસ લાંબા આયુષ્ય તરફનું પહેલું પગથિયું છે, એમ હું માનુ છું.

પાંચ મહાભૂતનાં તત્વો

પાંચ મહાભૂત (1)  આકાશ  (2)  વાયુ  (3)  અગ્નિ  (4)  જળ  (5)  પૃથ્વી આ પાંચ મહાભૂત વિશે આપણે સૌ જાણીએ છીએ પણ તેમના પાંચ-પાંચ તત્વો વિશે ક્યારેક જ જાણવા મળતું હોય છે. આ શરીર ને સમજવા માટે તેના તત્વોનું જ્ઞાન આવશ્યક છે. આપણા શરીરમાં કઠણ ભાગ છે તે પૃથ્વીનો છે, અને દ્રવીભૂત જેટલો ભાગ છે તે જળનો છે, જેટલો ઉષ્ણ ભાગ છે તે અગ્નિ છે, ચાલવું-હલવું વાયુથી થાય છે માટે તે ક્રિયામાન વાયુનો ભાગ છે, અને શરીરમાં પોલાણ છે તે આકાશનો ભાગ છે.  પાંચ મહાભૂતનાં તત્વો આકાશનાં 1) કામ  2) ક્રોધ 3) શોક 4) મોહ 5) ભય વાયુનાં 1) ચલન 2) વલન 3) ધાવન 4) પ્રસારણ 5) આકુંચન અગ્નિનાં 1) ક્ષુધા 2) તૃષા 3) આલસ્ય 4) નિદ્રા 5) કાંતિ જળનાં 1) શુક્ર 2) શોણિત 3) લાલા 4) મૂત્ર 5) સ્વેદ પૃથ્વીનાં 1) અસ્થિ 2) માંસ 3) ત્વચા 4) નાડી 5) રોમ

ભગવાનને માણસ કહેતાં

મેં જોયા છે માણસો, ભગવાનની પણ ઈર્ષ્યા કરતાં મેં જોયા છે માણસો, ઈશ્વરને માણસ કહેતાં મેં જોયા છે માણસો, પ્રભુભક્તને પાગલ કહેતાં મેં જોયા છે માણસો, પાગલની વાહવાહી કરતાં મેં જોયા છે માણસો, માંગીને મહેફિલ કરતાં મેં જોયા છે માણસો, મહેફિલને મસળી નાખતાં મેં જોયા છે માણસો, દુનિયાને ગાંડી કહેતાં મેં જોયા છે માણસો, ગાંડાને મસ્તરામ કહેતાં મેં જોયા છે માણસો, સ્વાર્થને સંબંધ કહેતાં મેં જોયા છે માણસો, સંબંધથી સ્વાર્થ સાધતાં મેં જોયા છે માણસો, પરિસ્થિતિને પારખી લેતાં મેં જોયા છે માણસો, પારખી છતાં સહી લેતાં મેં જોયા છે માણસો, અન્ન માટે તડપતાં મેં જોયા છે માણસો, તડપતાંથી અન્ન છીનતાં મેં જોયા છે માણસો, મરી ને જીવી જતાં મેં જોયા છે માણસો, જીવતે જીવત મરી જતાં મેં જોયા છે માણસો, તોફાનમાં ખેડી જતાં મેં જોયા છે માણસો, ખેડ્યા પછી ફસાઈ જતાં મેં જોયા છે માણસો, બીજાઓેને દોષ દેતાં મેં જોયા છે માણસો, દોષોની દોસ્તી કરતાં મેં જોયા છે માણસો, પળ વારમાં ગુસ્સો કરતાં મેં જોયા છે માણસો, ગુસ્સાને વશમાં કરતાં મેં જોયા છે માણસો, જીવનને યાદ કરતાં મેં જોયા છે માણસો, યાદ સાથે જીવન જીવતાં મેં ...

ઓહ....

શાન્ત નદીના કિનારે બેસીને રેતાળ ધરતીને નિહાળતા રહ્યાં અને સામેથી ધસમસ તો પાણીનો પ્રવાહ આવતો જોયા કર્યો. ક્યારે મારી ઉપર થઈને પાણી જતુ રહ્યું મને ખબર નથી. પલળેલા શરીર સાથે વિચારતો રહ્યો અને ભીની થઈ ગયેલી એ રેતીને હું ફરી જોવા લાગ્યો. પણ ફરક હતો એ રેતીમાં, બદલાઈ ગઈ એની ભાષા અને રૂપ, કદાચ એ નવી હતી આ ધરતી પર. એક ગુણ ઉમેરાયો હતો, ભીની ભીની સુગંધ આવતી હતી હવે એના માંથી. પણ હું કોઈની સાથે બેઠો હતો એ ક્યાં છે? કોણ હતું એ? કે મારો ભ્રમ. એકાન્ત છવાઈ ગયો હતો ચારો તરફ. કોઈ જીવ આસપાસ હતો નહીં. મેં ઊભા થવાનો પ્રયત્ન કર્યો, મારાથી ઉઠાયું નહીં. હું હલી શકતો ન હતો. જાણે મારું શરીર મારાથી છીનવાઈ ગયું હોય તેમ. મેં હાથ - પગ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ મારાથી કાંઈ બન્યું નહીં. મેં આમ - તેમ જોવા માટે ગરદન હલાવવાનો પ્રયત્ન કર્યો પણ હું અક્ષમ હતો. આ શું થઈ રહ્યું છે મને કાંઈ ખબર ન પડી. હવે હું એ રેતાળ ધરતીની ઉપર જાણે પક્ષીની જેમ ઊડી રહ્યો હતો... આ અનુભવ હું પહેલીવાર કરી રહ્યો હતો. હું દૂર દૂર ઉપરને ઉપર જતો હતો. ધરતી જાણે, રમકડા ના દડા જેટલી થઈ ગઈ. ઓહ....

મને કહેશે કોણ?

એકલાં અટૂલાં પડી ગયા પછી ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન કર્યો. વરસાદની રાત હતી અને વાતાવરણ ભેજ થી ભરપૂર, ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. કૂતરાઓ આમ-તેમ ફરી રહ્યા હતા. તમામ રસ્તા તથા આસ-પાસ નું બધું જ પાણી પાણી થઈ ગયુ હતું. વરસાદ થંભી તો ગયો હતો પણ વાતાવરણમાં થી તેનો અનુભવ ગયો ન હતો. લીમડાના પલળી ગયેલા પત્તાઓ પરથી પાણીના ટીંપા પડી રહ્યા હતા. ઊપર જોયું ત્યાંતો એક ટીંપુ મારા ગાલ પર આવીને ટપ દઈ અડ્યું અને લસરીને મારા ગળા સુધી આવી ગયું. મને ઝાડ પર કોઈ હોવાનો આભાસ થયો. મેં ફરી એક વાર ધ્યાન કેન્દ્રિત કર્યું, ત્યાં મને કોઈ દેખાયું નહીં. હું ધીરે ધીરે આગળ વધવા લાગ્યો. હજી તો આઠ દસ પગલા માંડ ચાલ્યો હોઈશ ત્યાં પાછળથી સૂનકાર રસ્તા પર કોઈ આવીને મને બૂમ મારે છે. એ ...... કોણ છે.... મેં પાછળ જોવાની હિંમત ના કરી હું આગળ વધતો ગયો. તે માણસ હતો.... મારી પાસે આવી ને કહ્યું જવાબ કેમ નથી આપતો લ્યા. મોં માં મગ ભર્યા છે. મેં કહ્યું બસ હું બોલવા જ જતો હતો ને તમે મારી પાસે આવી ગયા. આટલો બધો ગભરાયેલો કેમ છે. પેલા ભાઈએ મને પૂછ્યું. મેં કહ્યું... કાંઈ નહીં. શું વાત કરો છો, હું ક્યાં ગભરાયેલો છું. પેલા એ કહ્યું સારુ... સાર...

ગૂંગળામણ

દૂરથી કંઈક અવાજ આવી રહ્યો છે.... બહુ ચિત્ર - વિચિત્ર પ્રકારના અવાજ આવી રહ્યા છે. જાણે કોઈ રંગમંચ પરથી પાત્રોની ચીસો સંભળાઈ રહી છે... મારા કાન હવે એ વધારે સાફ સાંભળી રહ્યા છે.... હવે મને પહેલા સંભળાયેલા અને અત્યારે ચાલી રહેલા અવાજ એક સાથે સંભળાઈ રહ્યા છે. આ તીવ્ર પખાજ કોણ વગાડી રહ્યું છે આ પંખાના પાંખીયામાંથી નીકળી રહેલા અવાજ વચ્ચેથી આ હવામાં શેની તીવ્ર ગંધ આવી રહી છે. આ અંધારું કેમ છે. ક્યાં ગયા આ દુનિયાના બધા લોકો બધું શાંત શાંત કેમ લાગે છે ક્યાં ગયા એ બધા અવાજ... ક્યાં ગયા એ રંગમંચના પાત્રો આ સ્ટેજ કેમ ખાલી છે. એ પડ્છંદ અવાજ વાળા લોકો અને ભૂંગળો વગાડનારા લોકો ક્યાં સૂઈ ગયા. મારે ફરી એકવાર એ અવાજ સાંભળવા છે..... આટલી શાંતિમાં મને ગૂંગળામણ થાય છે.

નવા યુગના નવા લોકો

યુગ બદલાઈ રહ્યો છે. હા હવે નો યુગ નવા વિચારો સાથે નવા લોકોને લઈને આવી રહ્યો છે. આજ થી વીસ વર્ષ પછી ના લોકો સાથે જીવવા માટે ની તૈયારી કરી લેવી જોઈએ આપણે બધાએ કારણ, વીસ વર્ષ પછી ના યુગના પાયા નંખાઈ ગયા છે. હા દેખાય છે ને મને એ પાયા ના મૂળિયા આજ ના માનવી ના ઊંડાણમાં છે. તમારે પણ જો એ મૂળિયા જોવા હોય તો જોઈ શકાય પણ અનુભવ ની આંખથી. કેવા હશે એ લોકો જેની માનસિકતા આજના સમાજ પર થી પણ આંકી શકાય તેમ છે. ક્યારેય વિચારવા ના ઊભો રહેતો આ માણસ, આડે ધડ જે પહેલો વિચાર આવે તે કરવા ટેવાઈ ગયો છે. સારી વાત છે કે ખરાબ તે કહી શકાય તેમ નથી. જ્યારે પોતાને ફાયદો થાય ત્યારે તે સારી વાત છે પણ જ્યારે પોતાને નુક્શાન થાય ત્યારે તે ખરાબ વાત છે, તેમજ જ્યારે બીજાને નુક્શાન થાય ત્યારે, મને ખબર ન હતી હોં. અને જ્યારે બીજાને ફાયદો થાય ત્યારે..... વિચાર કરવો જ પડશે આપણે બધાએ આજે નહીં તો કાલે જો એક - બીજા પર આવો આક્રોશ રાખશો તો દુનિયા ક્યાં જઈ ને અડકશે તેની ખબર છે?  મને પણ નથી. કોઈનેય ખબર નથી કે કાલનો યુગ કેવો આવી રહ્યો છે. આવનારા યુગમાં માણસને માણસની જરૂર પડવાની છે. ક્યારેક એવું ન થાય કે તમારી પાસે જે હોય તેની સાથે તમે ...

બંધ કરો

નવાઈ પમાડે તેવા વર્તન કરતા હોય છે આ દુનિયાના લોકો. મેં ઘણી વાર ઘણા ટ્રાફિક પોલીસ ને રસ્તા પર ચાલુ ડ્યુટીએ ફોન પર વાત કરતા જોયા છે. જ્યારે કોઈ પણ ચાલક ને પકડે એટલે એ કોઈને ને કોઈને મોબાઈલ ફોન વડે ફોન લગાવીને પેલા પોલીસને પકડાવી દે. એ પણ પાછા વાત કરે જાણે કોઈ મોટા સાહેબ સાથે વાત કરતા હોય તેમ. શા માટે ? શા માટે તમારે કોઈના ફોન પર કોઈની સાથે વાત કરવાની જરૂર પડે છે. જો ચાલક નિયમોનું ઉલંઘન કરતો હોય તો તેને દંડ કરો અને પાવતી આપી વાત પતાવો. એક તો ફોન પર વાત કરવાની પાછો એને નિયમનું ઉલંઘન કર્યા છતાં જવા દેવાનો અને પાછું એ સમય દરમિયાન ટ્રાફિકનું જે થવું હોય તે થાય. બંધ કરી દેવી જોઈએ પોલીસે આ ફોન પર વાત કરવાની પ્રથાને. અને બીજી એક નવાઈની વાત એ છે કે લોકો પણ જાણે ટ્રાફિક પોલીસને એમને સરનામું બતાવવા માટે ઉભા રાખ્યા હોય એમ એમને જઈને પૂછશે સાહેબ આ ક્યાં આવ્યું અને પોલીસ જવાબ પણ આપશે. શું અલ્યા દુનિયામાં બીજા માણસો મરી ગયા છે. એમને એમનું કામ કરવાદો ને ભાઈ. બંધ કરો આ રીતે પોલીસને એડ્રેસ પૂછવાની પ્રથાને.

વિશ્વાસ રાખી તો જુઓ

એક બીજાની ક્ષમતા પર ઈર્ષ્યા કર્યાં કરતાં પોતાને જે જ્ઞાન છે તે અને બીજાનું જ્ઞાન ભેગું કરી કંઈ નવું સર્જન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આજના સમયમાં અહીં એવા કાર્યાલય છે જ્યાં એકથી વધારે કલાકાર મિત્રો કામ કરી રહ્યા છે પણ એક બીજાને મદદ કરવાના બદલે ઈર્ષ્યામાં જીવન પસાર કરી રહ્યાં છે. પોતે જે કરે તેનો યશ પોતાને મળે તેની ઇચ્છામાં જે શીખવા કે જ્યાં કામ કરી રહ્યા છે તે કંપનીના હિતની વાત વિચારવાનું ભૂલી ગયા છે. સાથે કામ કરવાનો અર્થ સમજવાની જરૂર છે આવા લોકોને અને સાથે કામ કરતાં દરેક મિત્રોને કે સહ કાર્યકર ની કાર્ય કુશળતા પર વિશ્વાસ કરવાની જરૂર છે.

ભોળા કે ગાંડા

સમય પસાર કરવાની કલા આજ ના સમયમાં દરેક માણસને આવડે છે. પોતે કંઈક કરી રહ્યો છે તેમ સાબિત કરવા બીજાઓને હેરાન કરતા માણસો મેં જોયા છે. દિવસ દરમિયાન કંઈ પણ કર્યા વગર ખૂબજ કામ કર્યા નો આનંદ માણવો એ પણ એક કલા છે અને લોકોના કરેલા કામ ની ક્રેડિટ પોતે લઈ લેવી એ આજના લોકોની ટેવ છે. કાચા પોચા માણસો આવા લોકોનો શિકાર બનતા હોય છે. દિવસ દરમિયાન કાર્યાલય માં થનારા કામ પર પોતાના નામનો સિક્કો મારી દેવાની કપટ વૃત્તિ ધરાવતા લોકો ડગલે ને પગલે મળી રહ્યા છે.  આ જાણવાની જરૂર છે આજ ના ભોળા (ગાંડા) લોકોને. મરચાં લાગે તો લાગે, કંઈ ખોટું નથી કહ્યું. જાણ્યા પછી તેને રોકવાની જરૂર છે. ચતુરાઈ એ જ છે કે આવા લોકો થી દૂર રહો. કોઈ પણ કાર્યમાં આ લોકોની મદદ લેવાનું ટાળો.  જો તેઓ તમને લંચ માટે આમંત્રણ આપે તો તે પણ ટાળો. આ દુનિયામાં કોઈ મફતમાં કોઈના માટે કંઈ કરે તે વાત માનવામાં આવતી નથી.

આજના મર્યાદા પુરુષોત્તમ

ઘણા દિવસો એવા હોય છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. તમને ના ખબર હોય તેવી વ્યસ્તતા. નિરર્થક - વ્યર્થ વ્યસ્તાતાથી ભરપૂર જ્યાં ક્યારેય પરિણામ ની કલ્પના ન કરી શકાય કારણ કે પરિણામ કરતાં સમયનું મહત્વ વધી જાય છે આવી પરિસ્થિતિમાં. પરિણામ ચાહે જે પણ હોય સમય કિંમતી છે. અને મજાની વાત તો એ હોય છે કે જ્યારે તે સમયની કિંમત કરનારને તમારી કોઈ કિંમતના હોય. વાંચવા અને વિચારવામાં અજૂકતું લાગતું હશે એ હું સમજી શકું છું. પણ જો ગહેરાઈમાં જઈ ને આ વિશે વિચાર કરવામાં આવે તો પરિણામ એ આવે છે કે તમારી સામે પ્રશ્નાર્થ નું નિશાન હોય. કેમ શું થયું આવી ને મજા મોટ્ટો પ્રશ્નાર્થ દેખાઈ ગયો. બસ, આવી જ છે આ સમયની મર્યાદા અને મર્યાદિત સમય સાથે મળતા આજના મર્યાદા પુરુષોત્તમ.

બીક લાગે છે ભગવાન તારી

કેમ? ભગવાન ક્યારેય કોઈને સજા કરવા આવતા નથી ક્યારેય મેં ભગવાનને એમ કહેતા સાંભળ્યા નથી. ખોટ્ટા બહાના અને ઢોંગ કરવાની લોકોને ટેવ પડી છે. એમ બોલે કે ભગવાનથી તો બીવો. એટલે સમજી લેવું કે આ માણસ ખોટી ધમકીઓ આપી બિવડાવી રહ્યો છે. પોતાને કંઈક ખોટું કરવું છે કે પોતાનો કોઈ સ્વાર્થ સમાયેલો છે તેમાં. ક્યારેય ભગવાનથી બીવાની જરૂર નથી. જરૂર છે તો ફક્ત પોતાનું શોષણ કરતા લોકોથી દૂર રહેવાની. ફક્ત અને ફક્ત આવા લોકો જ તમને ભગવાનની બીક બતાવે છે જે તમારું શોષણ કરવા માગતા હોય. અથવા તો તમારી પાસેથી કંઈ આંચકી લેવા માંગતા હોય. આજ નો સમાજ આગળ વધી રહ્યો છે જ્યારે ઘણા લોકો ભગવાન ના નામે બીજા લોકોને છેતરી રહ્યા છે, ઠગી રહ્યા છે. આજે જ નિર્ણય લો કે ક્યારેય કોઈ પણ દિવસ એમ વિચાર આવે કે ભગવાન ની મને બીક લાગે છે કે કોઈ તમને કહે કે ભગવાન થી તો ડરો. ત્યારે તમારો ઉત્તર હોવો જોઈએ "એ તો હું અને ભગવાન સમજી લેશું તું તારી વાત કર." મારે આનાથી વધારે અત્યારે કંઈ કહેવું નથી પણ પોતાને છેતરતા લોકોથી દૂર રહેવાનું નક્કી કરી લે જો. કોઈપણ વિચાર કરતા પહેલા એટલું સમજી લેવાની જરૂર છે કે ભગવાન જેટલા તમારા છે એટલા મારા છે અને બ...

સ્વાગત છે આ સુંદર દુનિયામાં, જીવવા માટે.

જ્યારે આ પૃથ્વી પર કમ્પ્યુટર ન હતા, જ્યારે આ પૃથ્વી પર કોઈ પણ પ્રકારના મશીન ન હતા. જ્યારે આ પૃથ્વી પર નાણા જેવી કોઈ બલા ન હતી, ત્યારે શું માણસ જીવતો ન હતો? માણસ જેટલો બુદ્ધિશાળી એટલો જ મૂરખ હોય છે. એ જરૂરિયાત ઊભી કરવા વાળો પણ એ પોતે જ છે. જ્યારે સંપૂર્ણ જરૂરિયાતનો અંત આવે ત્યારે માણસનો અંત આવતા મેં જોયો છે. વાહ... બુદ્ધિશાળી માનવી તેં તો તારી પેઢિયો તારી દીધી, પણ પ્રશ્ન એ જ ઊભો છે. આ સુંદર દુનિયામાં જીવવા માટે આવ્યો, પણ શું તુ જીવ્યો? આજના આધુનિક જીવનમાં જીવવાની સાથે જીવવાનો સમય કેવી રીતે કાઢવો એ એક કલા છે. જે લોકો આ કલા શીખી જાય છે તેઓ જીવી જાય છે, નહીં તો જીવ્યે જાય છે.