સલાહકાર બદલાય તોય માણસનું વર્તન બદલાતું હોય છે. કોઈ ને દોષ દેતા પહેલાં, તેમની આસપાસ ના સલાહકાર કોણ છે તે વિચારી જો જો. એ બદલાશે ત્યારે તેમનું વર્તન પણ બદલાશે.
પાનની પિચકારીઓ મારે બસમાં બેઠા બેઠા, પાછો સંતાઈ પણ જાય એને ખબર છે કે કોના ઉપર એ થૂંક્યો. જ્યાં ત્યાં વેફરના ખાલી પેકેટ, ખાલી પડીકીના પેકેટ, સિગારેટના ઠૂંઠા, બીડીની રાખ, સ્કૂટર પરથી પાછળ પાનની પિચકારી મારે એને દેખાય નહી પાછળ કોઈ આવતું હોય તો. આવા કેટલાય પ્રકારના આદિમાનવ જીવી રહ્યા છે.
જીવન ના ચડાવ ઉતાર અને સંબંધોની સમજણ અથવા સંબંધોના જ્ઞાન થી ક્યારેક એવો સમય પણ આવે છે કે, પોક મૂકીને રડવું છે પણ કામ એટલુ છે કે રડવા માટે સમય નથી. આ જીવનની આંટૂ-ઘૂટી એ રડવા માટે પણ માણસ ને એકલો છોડતી નથી. હે સમય થોડી વાર થંભી જા, હું થાકી ગયો છું મારે થોડો સમય મારા માટે જોઈએ છે... મારે થોડું રડવું છે.
આ બ્રહ્માંડ માં સૌથી મૂલ્યવાન સમય છે, સમય અમૂલ્ય છે, અણમોલ છે. સમય ક્યારેય કોઈ વ્યસ્ત વ્યક્તિ માટે રોકાતો નથી. અર્થાત્ જે લોકો પાસે સમય છે તે સૌથી ધનવાન છે. તાત્પર્ય - જે લોકો પાસે લાખો - કરોડો રૂપિયા છે પણ સમય નથી તેઓ કંગાળ છે.