પણ...

ગરમ પવન મને ઘેરી વળ્યો... સાવ સૂનકાર... સૂરજ તપતો હતો જાણે ભઠ્ઠી. શા માટે હું અહીં ઊભો છું? મને ખબર ન હતી. મારા મન અને આંખો પર એક અંધકાર છવાઈ રહ્યો હતો. શું ચાલી રહ્યું છે? મને કાંઈ ખબર ન હતી. બસ હું ઊભો હતો. અચાનક કોઈ મારી સામે આવ્યું... એ છોરા અહીં કેમ ઊભો છે? મેં શું જવાબ આપ્યો મને યાદ નથી. એ માણસ મને લઈ ક્યાંક ચાલવા લાગ્યો... થોડા આગળ ગયા પછી મને પૂછ્યું ભૂખ લાગી છે? મને યાદ નથી મેં શું કહ્યું. થોડે દૂર સુધી મારી સાથે ચાલ્યો અને પછી મને આંગળી થી એક દિશા તરફ ઇશારો કરી કહ્યું આમ ચાલ્યો જા. હું ચાલવા લાગ્યો... ક્યાં? મને ખબર નથી. હું બસ ચાલતો રહ્યો... થોડા સમય પછી હું થાકીને બેસી ગયો. મારા વિચારો બંધ હતા. મારી ઇચ્છાઓ શાંત હતી. કોઈ ચિંતા ન હતી. આખી પૃથ્વી જાણે ખાલી કરી ને લોકો ચાલ્યા ગયા હોય તેમ લાગતું હતું. ક્યાંય કોઈ ન હતું. મારી પણ કોઈને મળવાની ઇચ્છા ન હતી. બસ હું સૂઈ ગયો. ત્યાં ને ત્યાં. 

આંખ ખૂલી તો અંધકાર... તારા ઓ ટમટમી રહ્યા હતાં. હવે જાણે પશુ પક્ષીઓની દુનિયા જીવંત થઈ હોય તેમ, ચિત્ર - વિચિત્ર અવાજ આવતા હતા. હું ક્યાંય જવા માગતો ન હતો. બસ ખોવાઈ જવાની જાણે ઇચ્છા હતી. 

આજે પણ ક્યારેક એવી ઇચ્છા થાય છે... પણ...

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…

અજાણતા...