જીવન અને મૃત્યુ


જો ભગવાન એક છે, તો મંદિરો અનેક કેમ? જો ભગવાન એક છે, તો રૂપ અનેક કેમ?  જો આત્મા એજ પરમાત્મા છે, તો આટલા દુઃખ કેમ? ભગવાન એટલે શું ? ભગવાન છે?

દરેક કાળમાં જુદા જુદા ધર્મો દ્વારા ભગવાન હોવા અને તેના સુધી પહોંચવા માટે ના રસ્તાઓની અગલ અગલ રીતે રજૂઆત કરવામાં આવી છે. જો ભગવાન હોય તો તે સંતાઈને કેમ બેઠો છે? શું તે માણસ થી ડરીને એમ કરે છે? કે પછી છે જ નહીં? જેઓ ગુરૂને માને છે અને તેમના બતાવેલા રસ્તા પર ચાલે છે. તેઓ આ ચર્ચાનો ભાગ છે જ નહીં.

પાપ - પુણ્ય જેવી કોઈ વસ્તુ છે જ નહીં. જે સમયમાં માણસ જાનવર જેવો હતો તે સમયમાં નિર્બળ લોકો તેના થી બચવા માટે ભગવાન અને પાપ-પુણ્યની બીક બતાવી તેને છેતરી તેના ત્રાસ થી બચતા હતા. જે કોઈના થી ના ડરે તેને ભગવાન ના નામે ડરાવી શાન્ત કરવામાં આવતા.

આપણે હાડ-માંસ ના પ્રાણી છીએ ,જેનો જન્મ થયો છે અને મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ બાદના જીવન વિષે ઘણી ચર્ચાઓ છે, પરંતુ તે કરનાર કોણ?   જેણે આજ સુધી મૃત્યુ જોયું જ નથી. સત્ય એ છે કે માણસ તથા બ્રહ્માંડ ના દરેક પ્રાણી, આ સૂક્ષ્મ અને રહસ્યમય બ્રહ્માંડના તત્વો માંથી બન્યા છે, અને અંતે તેમાં ભળી જવાના છે.

કોઈ પણ વાચક મિત્રો એ આ અંગત કે મન પર કે મગજ પર લેવાની જરૂર નથી. વિચાર અને હકીકત નો તફાવત હંમેશા વિચારવાથી જ જાણી થાય છે.

Popular posts from this blog

પ્રેમ અને નોકરી

પ્રેમ ને વહેવા દો…

અજાણતા...