આત્મા


જો આત્મા વિચારી શકે તો.... માણસ ને મગજની જરૂર નથી.

અને જો તેમ ના હોય તો...
આત્મા કે પ્રેત બીજાના શરીરમાં આવી પોતાની ઇચ્છા કેવી રીતે વ્યક્ત કરી શકે.  જ્યારે વિચારવા માટે મગજની જરૂર છે ત્યારે લોકો એમ દાવો કેમ કરે છે અમે પ્રેતાત્માને જોઈ છે અને એણે અમારી સાથે વાત કરી. વાત કરવા માટે વિચારવાની જરૂર પડે છે. અને વિચારવા માટે મગજ. તો આત્મા વાત કવી રીતે કરી શકે?

બીજી તરફ જોવા જઈએ તો કોઈના શરીરમાં પ્રવેશી આત્માએ કે ભૂતે અમુક વસ્તુઓની માંગ કરી. આવું કેવી રીતે શક્ય થાય? જ્યારે કોઈ આત્મા બીજાના શરીરમાં પ્રવેશ કરે, ત્યારે તે શરીરના મગજનો ઉપયોગ કરે છે. તે મગજમાં જે હોય તે જ તે વાંચી શકે.... આ મગજમાં અહીં ઘૂસણખોરી કરેલા આત્માનો કોઈ  ડેટા નથી. તો પછી તેને આ બધું યાદ કેવી રીતે આવે છે? તે લોકો પાસે માંગ કેવી રીતે કરી શકે?

વિચારી જુઓ વિચારવા માટે મગજની જરૂર છે કે આત્માની ?

જો તમને ક્યારેય એવો અનુભવ થયો હોય કે, તમે સૂઈ ગયા છો અને તમારા શરીરમાંથી આત્મા બહાર આંટો મારવા જાય છે. અને તમારૂ મગજ ઘાડ નિદ્રામાં છે. આવા સમયે જ્યારે આત્મા પાછો શરીરમાં આવે છે અને ઊભા થઈ પાણી પીવા કે હાથ હલાવવાનો પ્રયત્ન કરે છે તો તે એમ કરવામાં સફળ થતો નથી. કેમ?  કારણ કે મગજ ઘાડ નિદ્રામાં છે અને આત્મા જાગ્રત.

Popular posts from this blog

મારે થોડું રડવું છે

આજનો આદિમાનવ

કંગાળ કોણ?