સુખની શોધમાં માણસ


આ સમયના લોકો પૈસા પાછળ ગાંડા થયા છે. કોઈ કોઈની સામે જોવા માટે તૈયાર નથી, જો પૈસા ના મળવાના હોય તો. સર્વ સુખ જાણે પૈસાથી જ મળી જવાનું હોય  તેમ માની બેઠેલા આજના સમયના લોકોને શરીર અને માણસ નું મહત્વ જાણે ભુલાઈ ગયું છે. દેખા-દેખી અને ઢોંગનો ડગલો પહેરી ફરી રહેલા લોકો આવનારી કાલ માં જીવી રહ્યા છે. આજનું મહત્વ સમજ્યા વગર તે હંમેશા સપનાઓમાં રાચતા રહે છે, અને કાલ સુધારવાની દોડા-દોડીમાં શ્વાસ લેવાનું ભૂલી ગયા છે. કૃત્રિમ સુખ સુવિધા મેળવવાની આ હોડ માણસને ક્યાં લઈ જશે તે સમજાતું નથી.

સાચા સુખની શોધમાં મથી મથી ને મરી રહેલા લોકોને સાચા ગુરૂ ની જરૂર છે.

Popular posts from this blog

મારે થોડું રડવું છે

આજનો આદિમાનવ

કંગાળ કોણ?