એથ્નિક - ધ વિલેજ રિસોર્ટ


35,000 ચોરસ વાર ના વિશાળ ઘેરાવામાં સર્જાઈ રહી છે એક નવી દુનિયા
એથ્નિક - ધ વિલેજ રિસોર્ટ

નર્મદા કેનાલના કાંઠા પર, પિરોઝપુર ગામ નજીક આવેલી આ પ્રકારની દુનિયા ભારતમાં સર્વ પ્રથમ એથ્નિક કલ્ચર એન્હેનસર લી. દ્વારા સર્જાઈ રહી છે. જ્યાં ગુજરાતનાં સાંસ્કૃતિક અને પારંપરિક વાતાવરણનો ફરી જન્મ થઈ રહ્યો છે. અહિં સાચા-ખોટા આપણા સિદ્ધાંતો, ઇતિહાસ, લોક વાર્તાઓ, સંસ્કૃતિ અને ભુલાઈ ગયેલી ઘણી વાતોનું પ્રદર્શન આજના મોડર્ન યુગમાં જોવા મળશે.

અહિં આવેલ વૈભવી રિસોર્ટ તેના આતિથ્યસત્કાર તથા આરામદાયક વાતાવરણથી આવનાર તમામ મુલાકાતીઓના યાદગાર સમયનું સાધન બની રહે છે. તે ઉપરાંત અહીંની વૈવિધ્ય સભર યોજનાઓથી સભ્યોને અનેક લાભની પણ દરખાસ્ત કરે છે..

વિશેષ હક્ક ધરાવનાર સભ્યો માણી શકશે
• ગુજરાતના ઐતિહાસિક તેમજ આદિ વિસ્તારો માંથી પસંદ કરેલા કાર્યક્રમો માં તેમજ વર્ષ દરમિયાન 3-4 મહિને વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવ માં આમંત્રણ.
• એથ્નિક ના આંગણ માં રહેલી તમામ સુવિધા અને વિશેષતાઓ નો લાભ. જેમકે, ઇનડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ, કૉન્ફરન્સ રૂમ, બાળકોની રમતો સભ્યો માટે ખાસ કિંમત પર.
• આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ભારતની પ્રખ્યાત બ્રેન્ડ્સની એક્સેસરિસ, ગાર્મેન્ટ, જ્વેલરી અને બીજુ ઘણું.

એથ્નિક કલ્ચર એન્હેનસર લી. ની સ્થાપના ગુજરાતનો ઇતિહાસ, સિદ્ધાંતો અને સંસ્કૃતિને સાંકળી લેતા રહેણાક તેમજ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના નિર્માણ તથા વિકાસ કરવાના હેતુ થી કરવામાં આવી છે. અમદાવાદમાં આ પ્રકારના રહેણાક તેમજ ઔદ્યોગિક ક્ષેત્રનું નિર્માણ કરતી આ અગ્રેસર કંપની છે. આ હેતુને સિદ્ધ કરવા વિવિધ ક્ષેત્રનાં નિષ્ણાત પોતાની તમામ શક્તિઓથી એથ્નિક નું સિંચન કરી રહ્યા છે. જેથી આ પ્રકારનું પહેલું વિલેજ રિસોર્ટ આપણા સૌના હ્રદયમાં હંમેશા માટે ટોચના સ્થાન પર રહે.

આ નવા વિચારને મન અને મગજની સંપૂર્ણ તાકાતથી ફરી એક વાર, આ સંસ્કૃતિ ને સાંસ્કૃતિક રીતે પ્રસ્થાપિત કરવાની વિચારધારા સાથે, તથા સભ્યોની આંતરરાષ્ટ્રિય કક્ષાની જરૂરિયાતને પરિપૂર્ણ કરવા માટે, પ્રચલિત પ્રણાલિકાઓથી અગલ એક નવા અનુભવનું નિર્માણ કરી રહ્યા છીએ. આ કાર્યને સિદ્ધ કરવા માટે વિવિધ ક્ષેત્રના વિદ્વાનો તથા ઉચ્ચ કોટિના સપ્લાયરને આ સંસ્થા સાથે જોડવા માં આવ્યા છે. આ પાછળનો અમારો ધ્યેય રોકાણકારોને સર્વોચ્ચ કક્ષાનું વૈવિધ્ય સભર વિકાસક્ષેત્ર તથા રોકાણનું વળતર મળી રહે તે છે.

સર્વોચ્ચ કક્ષાની ગુણવત્તાના સીમાસ્થંભનું નિર્માણ કરવા, અમે અતિ આધૂનિક તથા ઝીણવટ ભર્યું આયોજન, તેમજ વિશિષ્ટ અભિપ્રાય વાળા સલાહકાર, નિષ્ણાત કર્મચારીઓ અને હેતુની તરફેણમાં વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક સ્વીકૃતિ ધરાવતા વિકાસ માટે ચતુરાઈથી નિશ્ચિત અમલિકરણ કરી અમે આ સંસ્કૃતિનો ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ.

Popular posts from this blog

આજનો આદિમાનવ

મારે થોડું રડવું છે

કંગાળ કોણ?