પાંખો વિનાના પંખી બન્યા ગગન વિહારી (www.handicap.co.in)


જો તમે ઇચ્છો તો તમારી મરજીની કાર તમારું વાહન બની શકે.
હા મિત્રો, વિકલાંગ માટે ખાસ પ્રકારના વાહનોનું રૂપાંતર કરતા સાધનોનું અમે નિર્માણ કર્યું છે, જેથી આજના યુગની કોઈપણ કાર ચલાવવી તમારે માટે શક્ય છે.

15 વર્ષથી સતત તમામ પ્રકારના પડકારોનો સમાનો કરી અમે બનાવ્યા ઉત્તમ પરિણામ આપતા, તમામ પ્રકારની કાર માટે નવા યાંત્રિક જોડાણો. જેથી વિકલાંગ મિત્રો ને મળે આરામદાયક, સરળ અને મુશ્કેલી રહિત મુસાફરીનો આનંદ. આ કાર્ય કરતાં કરતાં અમે 800થી પણ વધારે વાહનોને રૂપાંતર કરી ચૂક્યા છીએ. આ સાધનોનું આપની પસંદગી ની કારમાં તેની બનાવટમાં ફેરફાર કર્યા વગર, અલગથી અમે તેનું જોડાણ કરી આપને સ્વતંત્ર મુસાફરી માટે સક્ષમતા આપીએ છીએ. આથી તમે કોઈપણ વ્યક્તિની મદદ વગર પોતે જ કાર ચલાવવા સક્ષમ બની શકો છો.

અમે આ કાર્યનો આરંભ 1995માં શોખ માટે અને આનંદ મેળવવા કર્યો હતો, જે આજે અમારી ભાવનાઓ સાથે જોડાઈ એક સામાજિક જવાબદારી ના રૂપમાં બદલાઈ ગયો છે. આજે દેશના ખૂણે ખૂણામાં આમારા રૂપાંતર કરેલા વાહનનો નો ઉપયોગ કરી રહેલા મિત્રો નો આનંદ અમારા માટે પુરસ્કાર છે.

અમે, SAICA વીઇકલ્સ 49 અલગ-અલગ પ્રકારની 750 કાર રૂપાંતરિત કરી ચૂક્યા છીએ. જેમાં Fiat, Skoda, Honda Civic, Honda City, Prado, Maruti alto, Zen, Wagon R, Swift, Baleno, Versa, Toyota Corolla, Prado,Altis, Camrey, Hyundai Santro, Sonata, Zing, i10, Tata Indica,Indigo, Xeta, Xylo, BMW વગેરેનો સમાવેશ થાય છે. વિકલાંગ મિત્રોને મુસાફરીમાં સરળતા રહે તે માટે તમામ પ્રકારના વાહનો અને સાધનોને અમે અનુભવી તેમને સફળતાથી આચરણમાં મૂકી ચૂક્યા છીએ. આ શોધ કાર્ય દરમિયાન અમે કારને ફક્ત હાથ વડે ચલાવી શકાય તેવું શક્ય કર્યું છે. જેમાં પગનો ઉપયોગ કરવાની જરૂર નથી. આવા સાધનોનો વિકાસ કરવા તેમજ પ્રચલિત પ્રણાલિકાઓમાં વધારે સારા ફેરફાર કરવા અમે તત્પર છીએ.

અમે www.handicap.co.in ઇન્ટરનેટ સાઇટ પર વિકલાંગ મિત્રોને મદદરૂપ થાય તેવી માહિતી મૂકવા માટે આપને આમંત્રણ આપીએ છીએ.

Popular posts from this blog

પાંચ મહાભૂતનાં તત્વો

મારે થોડું રડવું છે

આજનો આદિમાનવ